દ્વારકામાં માફી માગવા માટે પહોંચેલા કથાકાર મોરારી બાપુ ઉપર પભુભાનો હુમલો , મોરારી બાપુએ ભગવાન ઉપર કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ અનેક સમાજામાં તેમની સામે ભારે રોષ જાવા મળે છે
દ્વારકામાં માફી માગવા માટે પહોંચેલા કથાકાર મોરારી બાપુ ઉપર પભુભાનો હુમલો , મોરારી બાપુએ ભગવાન ઉપર કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ અનેક સમાજામાં તેમની સામે ભારે રોષ જાવા મળે છે
કથાકાર મોરારી બાપુએ ભગવાન કૃષ્ણ અંગે કેરલ વિવાદાસ્પદ નિવેદન બાદ આજે દ્વારકામાં માફી માંગવા માટે જતાં પૂર્વ ધારાસભ્ય પભુભા માણેકે મોરારી બાપુ પર હુમલો કરતા ભાજપના સાંસદ પૂનમ માડમે વચ્ચે પડતા મોરારી બાપુને બચાવ્યા હતા. કથાકાર મોરારી બાપુએ ભગવાન કૃષ્ણ અંગે વિવાદાસ્પદ નિવેદન કરતા તેના ઘેર પ્રત્યાઘાત આહીર સમાજ સહિત સમાજના વિવિધ વર્ગોમાં પડ્યા હતા. મોરારી બાપુએ તાજેતરમાં એક વિડિયો બહાર પાડી લોકોની લાગણી દુભાવવા બદલ માફી માંગી હતી. જો કે, આહિર સમાજ સહિતના લોકો મોરારી બાપુ સામે રોષે ભરાયા હતા અને આહિર સમાજની માંગણી હતી કે, મોરારી બાપુ દ્વારકામાં આવીને ભગવાન કૃષ્ણની માફી માંગે. આથી મોરારી બાપુ આજે દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુંકાવવા પહોંચ્યા હતા. મોરારી બાપુ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા તે સમયે પભુભા અચાનક આવ્યા અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જા કે, પૂનમ માડમે વચ્ચે પડીને મોરારી બાપુને બચાવી લીધા હતા. સંસદ સભ્ય પૂનમ માડમ મોરારી બાપુની બાજુમાં જ બેઠા હતા તેથી પભુભા જેવો હુમલો કરવા દોડ્યા તેવા જ પૂનમ માડમે તેમને રોકી રાખ્યા હતા. આ દરમિયાન એક યુવાન પભુભાને બહાર લઇ ગયો હતો. તેમ છતાં પભુભાનો રોષ શાંત ન પડતા તેઓ ફરી હુમલો કરવા દોડ્યા હતા. આ સમયે પણ મહિલા સાંસદે તેમને રોકી લીધા હતા. આ સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થયો છે જેમાં પૂનમબેન પભુભાને બાપુ મારા સમ છે તેમ કહેતા સંભળાય છે તથા પભુભા બાપૂને તૂકારે કહે છે કે, મોરારી બહાર નિકળ. અન્ય લોકો પણ બાપુને રહેવા દો કહીને સમજાવી રહ્યા છે. થોડાક દિવસ પહેલા તલગાજરામાં યોજાયેલી ગુરુવંદના કથામાં બીજા દિવસની કથાના પ્રારંભે મોરારી બાપુએ કહ્યું હતું કે, મારા કોઈ પૂર્વ નિવેદનથી કોઇને દુખ પહોંચ્યું હોય તો હુમ ક્ષમાપ્રાચી છે. કેટલાક દિવસથી મારા દ્વારા ભગવાન કૃષ્ણ અંગેના નિવેદનને લઇને કેટલાક વિવાદો ઉભા થઇ રહ્યા છે પરંતુ કૃષ્ણ મારા ઇષ્ટદેવ છે. મારા કૃષ્ણદેવી રૂક્ષ્મણી છે. અમારુ ધામ મથુરા-દ્વારકા છે. અમારુ ધામ વિશ્વાસ છે. અમારી પરિક્રમા ગિરીરાજ છે. અમારી ગાયત્રી ગોપાલ ગાયત્રી છે અને હરિનામ મારો આહાર છે. સાધુના અંતરભાવથી મારા કોઇ નિવેદનથી દુનિયાનો કોઇપણ માણસનું દિલ દુભાય તે પહેલા હું માફી માગવાનું પસંદ કરીશ.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/