જમ્મુ-કાશ્મીરમાં ૨૪ કલાકમાં આઠ આતંકવાદીઓનો સફાયો ,ભારતીય સેનાએ ઘુસણખોરી કરી રહેલા આઠ આતંકીઓને ઠાર કર્યા
જમ્મુ-કાશ્મીરમાં ૨૪ કલાકમાં આઠ આતંકવાદીઓનો સફાયો ,ભારતીય સેનાએ ઘુસણખોરી કરી રહેલા આઠ આતંકીઓને ઠાર કર્યા
જમ્મુ-કાશ્મીરમાં સલામતી દળોને મોટી સફળતા હાથ લાગી છે. તેમણે ઘુસણખોરી કરી રહેલા આઠ આતંકીઓને ઠાર મારીને આતંકી સંગઠનોને મોટો ફટકો આપ્યો છે. પુલવામા અને શોપિયા જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટર્સમાં સલામતી દળોએ આતંકીઓને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સલામતી દળોએ પુલવામામાં ત્રણ અને શોપિયાંમાં પાંચ આતંકીઓને ઠાર માર્યા છે. દક્ષિણ કાશ્મીરના અવંતિપુરાના પામ્પોર વિસ્તારમાં મીજ ખાતે સલામતી દળો અને આતંકીઓ વચ્ચે પ્રથમ એન્કાઉન્ટર થયું હતું. બે આતંકીઓએ નજીકની જામિયા મસ્જિદમાં અનેક કલાકો સુધી શરણું લીધું હતું. ઇમામે તેમને સરેન્ડર કરી દેવાની અપીલ કરી હતી. પરંતુ તેઓ માન્ય હતા. આતંકીઓ છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળ્યા બાદ સલામતી દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને એ પછી ચાલેલા સામસામે ફાયરિંગમાં બન્ને આંતકીઓ ઠાર મરાયા હતા. અધિકારીઓનું કહેવું છે કે આતંકીઓએ સર્ચ પાર્ટી પર ફાયરિંગ કરતાં ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાયું હતું. સલામતી દળો એલર્ટ હોવાને કારણે કોઇ જવાનને કોઇ નુકસાન થયું ન હતું. મીજ પેમ્પોરમાં ઓપરેશન હાથ ધરતી વેળાએ મસ્જિદની ગરિમાનું સંપૂર્ણ ધ્યાન રખાયું હતું. સ્થાનિક પોલીસ અને મસ્જિદ કમિટીએ ધીરજ રાખવા અને સારું સુપરવિઝન કરવા બદલ ખુશી જાહેર કરી હતી અને જિલ્લા પોલીસ વડા તાહિરનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે નિયંત્રણભર્યું ઓપરેશન કરવા બદલ સેના અને સીઆરપીએફની પણ પ્રશંસા કરી હતી. કાશ્મીરના આઇજીપી વિજય કુમારે કહ્યું હતું કે મસ્જિદમાંથી આતંકીઓને બહાર કાઢવા માટે ફાયરિંગ કરાયું નહતુ કે આઇઇડીનો ઉપયોગ પણ કરાયો નહતો. અમે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. મસ્જિદમાં છુપાયેલા બન્ને આતંકીઓ ઠાર મારી દેવાયા હતા. શોપિંયાના મુનાંદ-બાંદપાવા ખાતે આતંકવિરોધી ઓપરેશનમાં ચાર આતંકીઓ ઠાર મરાયા હતા. આ ઓપરેશન ગુરૂવારે શરૂ કરાયું હતું. આતંકીઓની હાજરી અંગેના ઇન્ટેલિજન્સ ઇન્પુટ્સ બાદ ઓપરેશન શરૂ કરાયું હતું તેમ સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું. અહીં છુપાયેલો એક આતંકી ગુરુવારે જ ઠાર મારી દેવાયો હતો. વધુ ચારને શુક્રવારે ગોળીએ દેવાયા હતા તેમ જણાવતાં કર્નલ કાલિયાએ ઉમેર્યું હતું કે આમ આ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતંકીઓની સંખ્યા પાંચ થઇ છે.આમ એકંદરે જોઇએ તો ૨૪ કલાકના ઓપરેશનમાં કુલ આઠ આતંકીઓ ઠાર મરાયા છે. આઇજીપીએ આ વર્ષના અત્યારસુધી ૧૦૦ આતંકીઓને ઠાર મારવા બદલ સલામતી દળોની પ્રશંસા કરી છે અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/