૨૪ કલાકમાં નવા ૫૨૦ કેસ ૨૭ લોકોનાં કોરોનાથી મૃત્યુ , રાજ્યમાં અત્યાર સુધી કુલ ૨૬૧૯૮ દર્દી નોંધાયા, મૃત્યુઆંક ૧૬૧૯
છેલ્લા સપ્તાહથી રાજ્યમાં સતત ૫૦૦થી વધુ કોરોના પોઝિટિવના કેસો નોંધાતા જાય છે. રાજ્યમાં આજે ૫૪૦ નવા કેસ સાથે કોરોના સંક્રમિતનો આંકડો ૨૬ હજારને વટાવી ૨૬૧૯૮ થયો છે. જ્યારે વધુ ૨૭ દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક પણ ૧૬૦૦ને પાર થઈ ૧૬૧૯ થયો છે. રાજ્યમાં આજે કુલ ૫૫૫૭ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ૩૪૦ દર્દીઓ સાજા થઈને ઘર ગયા આ સાથે સાજા થનારા દર્દીઓનો આંકડો પણ ૧૮ હજાર વટાવીને ૧૮૧૬૭ થયો છે. ગુજરાતમાં કોરોના વાયારસના પ્રવેશને આજે બરાબર ૩ મહિના પુરા થયા છે. ગત ૧૯મી માર્ચના રોજ રાજ્યના સુરત અને રાજકોટ શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો.ય ત્રણ મહિનામાં કોરોના વાયરસે અજગરની જેમ સમગ્ર ગુજરાતને ભરડો લઈ લીધો તેમાં અમદાવાદ શહેર ગુજરાત અને દેશમાં હોટસ્પોટમાં સ્થાન લઈ લીધું. રાજ્યમાં આજે વિક્રમજનક રીતે ૫૪૦ કેસ નોંધાતા ત્રણ મહિનામાં આજે કુલ કેસનો આંકડો ૨૬ હજારને વટાવી ૨૬૧૯૮ થયો છે. ત્રણ મહિનામાં મૃત્યુઆંક ૧૬૧૯ થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં અમદાવાદમાં, ૨૧, સુરતમાં ૪, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં ૧-૧ વ્યક્તિના મોત થયા છે. અમદાવાદમાં સતત ૧૩ દિવસે ૩૦૦થી વધુ કોરોના પોઝિટિવના કેસ આવ્યા છે. જેમાં આજે ૩૧૨ કેસો નોંધાયા છે. જ્યારે ૨૧ના મોત મોત સાથે કુલ મૃત્યુઆંક અમવાદામાં ૧૨૯૬ થયા છે. અમદાવાદમાં એક્ટીવ કેસ ૪૨૫૦ છે. જ્યારે આજે ૨૦૬ દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જનો આંકડો ૧૨૭૫૦ થયો છે. રાજ્યમાં કોરોનાનો કહેર સૂરત પર પણ જાવા મળ્યો છે અહીં ૯૩ નવા કેસો થયા અને ચારના મૃત્યુ સાથે ૨૯૫૪ કુલ કેસ અને મૃત્યુઆંક ૧૧૬ પર પહોંચ્યો છે. જ્યારે વડોદરામાં વધુ ૪૫ કોરોના પોઝિટિવના કેસ આજે નોંધાતા અહીં ૧૭૭૦ કુલ કેસ સાથે અહીં કુલ આંક ૫૪૦ થયો છે. રાજ્યમાં આજે ૨૫ જિલ્લામાં કોરોનાએ કહેર વર્યો છે. જામનગરમાં ૯, ભરુચમાં ૯, પાટણમાં ૮, અરવલ્લીમાં ૭, રાજકોટમાં ૫, કચ્છ, જુનાગઢ અને નર્મદામાં ૪-૪, વલસાડમાં ૩, ભાવનગર, મહીસાગર, આણંદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ૧-૧ નોંધાયા હતા.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/