વડોદરા પાલિકા માં 7 ગ્રામ પંચાયતો નો સમાવેશ, ગામડાઓ ના વિરોધ વચ્ચે સરકાર નો આદેશ, 7 પંચાયતો લોક કરવામાં આવી !
વડોદરા પાલિકા માં 7 ગ્રામ પંચાયતો નો સમાવેશ, ગામડાઓ ના વિરોધ વચ્ચે સરકાર નો આદેશ, 7 પંચાયતો લોક કરવામાં આવી !
રાજ્યમાં વર્ષના અંતે મહાનગર પાલિકાઓની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાજ્યની તમામ મહાનગર પાલિકામાં નવું સીમાંકન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગરની હદ વિસ્તારમાં વધારો કરતું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગરની હદમાં વડોદરા જિલ્લાના સાત ગામડાનો સમાવેશ કરવામાં આવ્યો, વડોદરા ની આ પંચાયતો દ્વારા હાઇકોર્ટ માં કેસ ચાલતો હોવા છતાં સરકારે 7 પંચાયતો ને વડોદરા પાલિકા માં સમાવેશ માટે આદેશ આપ્યો છે, પંચાયતો અને ગ્રામ જનો ના ઉગ્ર વિરોધ વચ્ચે વડોદરા ના 7 ગામડાઓ ના સમાવેશ કરવામાં આવ્યો, ત્યારે છેલ્લા બે દિવસથી વ્યાપક ફરિયાદો ઉઠી હતી કે ગામના સરપંચો પોતાનો બાકી વહીવટ પંચાયત ઓફિસમાં બેસીને કરી રહ્યા છે, આ ગેરવહીવટની ફરિયાદના કારણે જિલ્લા વિકાસ અધિકારી એક્શનના આવ્યા અને તમામ પંચાયતો સીલ કરી અને તમામ વહીવટી અધિકાર પોતોના હસ્તક લઇ તલાટીને ગ્રામ પંચાયત કામગરીની સત્તા સોંપી અને સરપંચની ઓફિસને સીલ કરવામાં આવી.
વધુ માં ઉંડેરા ગામના પૂર્વ સરપંચ જસભાઈ ચાવડા અને વડોદરા જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં મહામંત્રી હિતેશ દેસાઈ દ્વારા વડોદરા ની હદમાં સમાવિષ્ટ ગામ બાબતે વિરોધ કરવામાં આવ્યો અને આ સાત ગામડાનો વિકાસ કંઈ રીતે કરશે તેનો ખુલાસો કરવા માંગ કરી હતી,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/