દેશમાં કોરોનાના કેસો ચાર લાખની નજીક પહોંચી ગયા , કોરોના સંક્રમણનું દેશભરમાં જોરદાર આક્રમણ જારી
દેશમાં કોરોનાના કેસો ચાર લાખની નજીક પહોંચી ગયા , કોરોના સંક્રમણનું દેશભરમાં જોરદાર આક્રમણ જારી
ભારતમાં શનિવારે કોરોનાના કેસોમાં એક જ દિવસમાં ૧૪,૫૧૬ કેસોનો વિક્રમી વધારો થયો છે. આમ ચેપગ્રસ્તોની સંખ્યા વધીને ૩,૯૫,૦૪૮ થઇ છે. કોરોનાથી એક જ દિવસમાં વધુ ૩૭૫ લોકોના મોત થયા છે. જેના કારણે આ સંખ્યા વધીને ૧૨,૯૪૮ થઇ છે તેમ આરોગ્ય મંત્રાલયના આંકડામાં જણાવાયું છે. કોરોનાના રિકવરીના કેસોમાં સુધારો થઇ રહ્યો છે. આવા ૨,૧૩,૮૩૦ દરદીઓ અત્યારસુધી સાજા થયા છે, જ્યારે ૧૬૮,૨૬૯ સક્રિય કેસો હતા તેમ સવારે આઠ કલાક સુધીના સુધારેલા સત્તાવાર આંકડામાં જણાવાયું છે. એક દરદી માઇગ્રેટ થયો છે. આમ સાજા થયેલા દરદીઓનો આંકડો આશરે ૫૪.૧૨ ટકા થયો છે. ભારતમાં સતત નવમા દિવસે કોરોનાના ૧૦,૦૦૦થી વધુ કેસો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે પહેલીથી ૨૦ જૂન સુધી દેશમાં કોરોનાના કેસોમાં બે લાખથી વધુ ચેપગ્રસ્તો નોંધાયા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને ઉત્તરપ્રદેશ ટોચના પાંચ રાજ્યો છે કે જેમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થયો છે. શુક્રવાર સવારથી ૨૪ કલાકમાં થયેલા કુલ ૩૭૫ મોતમાં મહારાષ્ટ્ર ૧૪૨ના આંક સાથે મોખરે છે. દિલ્હીમાં ૬૬, તમિલનાડુમાં ૪૧ અને ગુજરાતમાં ૨૭ લોકોના મોત થયા છે. યુપી, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં અનુક્રમે ૨૩, ૧૧ અને ૧૦ દરદીઓના મોત થયા છે. આમ ભારત હવે કોરોનાગ્રસ્તોની સંખ્યામાં અમેરિકા, બ્રાઝીલ અને રશિયા બાદ ચોથાક્રમે છે. જોકે મોતના આંકડાની રીતે ભારત આઠમો દેશ છે. કુલ ૧૨,૯૪૮ મોતમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫,૮૯૩ લોકોના મોત થયા છે. એ પછી દિલ્હી ૨.૦૩૫ મોત સાથે દિલ્હી બીજા ક્રમે છે. ગુજરાતમાં ૧,૬૧૮ લોકોના મોત થયા છે. કોરોનાથી ૭૦ ટકાથી વધુ મોત કોમોર્બિડિટીઝથી થયા છે તેમ આરોગ્ય મંત્રાલયે કહ્યું છે. મહારાષ્ટ્રમાં ૧,૨૪,૩૩૧, તમિલનાડુ અને દિલ્હીમાં અનુક્રમે ૫૪,૪૪૯ અને ૫૩,૧૧૬ કેસો નોંધાયા છે. ગુજરાતમાં ૨૬,૧૪૧ કેસો છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/