આરોગ્યગુજરાતગેજેટ એન્ડ ઓટોજીવનશૈલીદેશ દુનિયામનોરંજનરમત ગમતવ્યાપાર

ઓનલાઈન અભ્યાસ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી : કોર્ટ , સરકારે અભ્યાસના કલાકો નક્કી કરવા જાઈએ

ઓનલાઈન અભ્યાસ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી : કોર્ટ , સરકારે અભ્યાસના કલાકો નક્કી કરવા જાઈએ

કોરોના વાયરસનો સતત વધતા જતા વ્યાપને લીધે હાલ શાળા કોલેજાનું શિક્ષણ બંધ છે.આના ઉપાય તરીકે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહયુ છે.શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન શિક્ષણ મેળલી રહેલા વિદ્યાર્થીઓની ચિંતા વ્યકત કરતા એવુ અવલોકન કર્યુ કે આનાથી ૩-૧૨ વર્ષના વચ્ચેના બાળકોન આંખોને નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવતી સ્કૂલોની માહિતી સરકાર પાસે માગી છે. લોકડાઉન અંગ થયેલી સુઓમોટો પીઆઈએલ પરની સુનવણી દરમિયાન ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસજે.બી પારડીવાળાની બેન્ચે કહયુ ઓનલાઈન અભ્યાસને કારણે ૩-૧૨ વર્ષના બાળકોની આંખોને નુકસાન થઈશકે છે. ઓનલાઈન ટીચીંગ એકટીવીટી પર અંકુશ રાખવો જરુરી છે.ઓનલાઈન શિક્ષણ અમુક કલાકો કરતા વધારે ના હોય તે જાવાનું અને તેના પરઅંકુશ મુકવાનું કામ સરકાર કરી શકે છે. સરકાર આવી ઓનલાઈન ભણાવતી સ્કુલોન માહિતી આપે. ડીવીઝન બેંચે એવો પણ પ્રશ્ન પુછ્યો હતો કે,જે વાલીના એકથી વધારે બાળકો હોય અને સ્કૂલો ઓનલાઈન શિક્ષણ પર જાર આપતી હોય તો તેઓ આ Âસ્થતિને કેવી રીતે પહોંચી વળતા હશે. દરેક વાલી પાસે તેમના બધા બાળકોને ભણાવવા માટે ગેજેટ્‌સ અને ઈન્ટનેટ કનેકિટવીટી પૂરી પાડયાન ક્ષમતા ના પણ હોય. આવા કિસ્સાઓ અંગે સરકાર શું વિચારે છે તેનો પણ કોર્ટે જવાબ માગ્યો છે. સરકારે જાહેર કર્યુ છે કે, ઓછામાં ઓછા બે માસ સુધી તો વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ અપાશે. સ્કૂલો ૧૫મ ઓગષ્ટ પહેલા શરૂ થાય તેન સંભાવના નહીવત છે.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button