કોઈ પણ રાજ્યમાંથી રેશન કાર્ડથી અનાજ લઈ શકાશે , વન-નેશન, વન રેશન કોર્ડ યોજના અંતર્ગત ૧૭ રાજ્યોમાં યોજના લાગુ થઈ ગઈ, હવે અન્ય રાજ્યોમાં પણ લાગુ થશે ,
કોઈ પણ રાજ્યમાંથી રેશન કાર્ડથી અનાજ લઈ શકાશે , વન-નેશન, વન રેશન કોર્ડ યોજના અંતર્ગત ૧૭ રાજ્યોમાં યોજના લાગુ થઈ ગઈ, હવે અન્ય રાજ્યોમાં પણ લાગુ થશે ,
કેન્દ્ર સરકારની મહાત્વાકાંક્ષી યોજના વન નેશન, વન રાશનકાર્ડ ૧ જૂનથી ૧૭ રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે. દેશના નાગરિકો પોતાનું રાશન કોઈપણ દુકાનેથી લઈ શકે તે માટે હવે બાકીના ૧૪ રાજ્યોમાં પણ જલ્દી આ સ્કીમ ચાલુ કરવામાં આવશે. જાણો તમારા રાજ્યમાં ક્યારથી સરકારની આ સ્કીમનો ફાયદો મેળવી શકાશે. ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને ટિ્વટ કરીને કહ્યું કે દેશભરના નાગરિકો પોતાના ભાગનું રાશન મેળવી શકે તે માટે દેશમાં વન નેશન, વન રાશનકાર્ડની યોજના લાગુ કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ અન્ય ૧૪ રાજ્યોમાં પણ આ યોજના લાગૂ કરવામાં આવશે. આ યોજના લાગૂ થયા બાદ લાભાર્થી લોકો દેશના કોઈ પણ ભાગમાં કોઈ પણ રાશન ડીલર પાસેથી પોતાનું અનાજ લઈ શકશે. તેઓએ પોતાનું જૂનું કાર્ડ પણ જમા કરાવવાનું નથી અને નવી જગ્યાએ નવું કાર્ડ પણ બનાવવાની જરૂર નથી. જાણો ક્યાં સુધીમાં બાકી રાજ્યોમાં લાગૂ થઈ શકે છે આ સ્કીમ. આ યોજના અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, ત્રિપુરા, બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દીવ-દમણ સહિત ૧૭ રાજ્યોમાં લાગુ થઈ છે.
આ યોજનાનો લાભ ઓરિસ્સા, નાગાલેન્ડ અને મિઝોરમના રાજ્યોની સાથેના દેશના અનેક રાજ્યોમાં મળી શકશે. આ સાથે ૧ ઓગસ્ટ ૨૦૨૦માં ઉત્તરાખંડ, સિક્કમ અને મણિપુક સહિત ૩ અન્ય રાજ્યો પણ આ યોજનામાં જાડાશે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/