આરોગ્યગુજરાતદેશ દુનિયા

કોરોના થી એક દિવસમાં ૪૪૫નાં મોત, નવા ૧૪,૮૨૧ ચેપગ્રસ્તો ,ભારતમાં કોવિડ-૧૯ના કેસોની કુલ સંખ્યા ૪.૨૫ લાખથી વધુ અને ૧૩,૬૯૯ લોકોએ જીવ ગુમાવ્યો રિકવરીના રેટમાં નોંધપાત્ર સુધારો થયો

કોરોના થી એક દિવસમાં ૪૪૫નાં મોત, નવા ૧૪,૮૨૧ ચેપગ્રસ્તો ,ભારતમાં કોવિડ-૧૯ના કેસોની કુલ સંખ્યા ૪.૨૫ લાખથી વધુ અને ૧૩,૬૯૯ લોકોએ જીવ ગુમાવ્યો રિકવરીના રેટમાં નોંધપાત્ર સુધારો થયો

ભારતમાં સોમવારે કોવિડ-૧૯ના ૧૪,૮૨૧ નવા ચેપગ્રસ્તો નોંધાયા હતા. જેના પગલે હવે દેશમાં ખતરનાક વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને ૪,૨૫,૨૮૨ થઈ ચૂકી છે. દેશમાં સૌપ્રથમવાર મહામારીથી એક જ દિવસમાં ૪૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. સોમવારે સવાર સુધીમાં વિતેલા ૨૪ કલાક દરમિયાન કુલ ૪૪૫ લોકોના મોત નિપજ્યા છે. તેની સાથે મૃત્તકોની સંખ્યાનો કુલ આંક ૧૩,૬૯૯ પર પહોંચ્યો છે.આ પૂર્વે ૧૨મી જૂને એક દિવસમાં મૃત્તકોની સંખ્યા ૩૯૬ જોવા મળી હતી. હવે એક જ દિવસમાં એટલે કે ૨૪ કલાકમાં કોરોના વાયરસથી મોતની સોડ તાણી લેનારાઓની વાત કરીએ તો ૨૧મી જૂને ૩૦૬ લોકોના મોત થયા હતા. ૨૦મી જૂને ૩૭૫, ૧૯મી જૂને ૩૩૬, ૧૮મી જૂને ૩૩૪ લોકોના મોત થયા હતા. જ્યારે ૧૭મી જૂને આ આંકડો ૨૦૦૩નો હતો. દેશમાં ૧૭મી જૂને મૃત્યુનો આંક અચાનક વધવા પાછળ મહારાષ્ટ્ર અને દિલ્હી દ્વારા પોતાના રાજ્યમાં કોવિડ-૧૯થી થયેલા મોતના આંકડાને અપડેટ કરવાનું કારણ જવાબદાર હતું. મહારાષ્ટ્ર રાજ્યમાં મૃત્યુનો આંકડો ૧૩૦૦થી વધુ અને દિલ્હીમાં ૪૦૦થી વધુ મૃત્યુનો આંક ઉમેર્યો હતો. આ દર્દીઓના મોત જૂન તેમજ તેનાથી પહેલાંના સમયગાળામાં થયા હતા. આ રીતે ૧૭મી જૂને પણ ૩૦૦થી વધુ લોકોના મોત નોંધાયા હતા. આ પહેલાં ૧૬મી જૂને ૨૪ કલાકમાં ૩૮૦ લોકોના મોત, ૧૫મી જૂને ૩૨૫, ૧૪મી જૂને ૩૧૧, ૧૩મી જૂને ૩૮૬ અને ૧૧મી જૂને ૩૫૭ લોકોના મોત નોંધાયા હતા. ૧૧મી જૂને પ્રથમવાર મૃત્તકોની સંખ્યા પ્રથમવાર ૩૦૦ની પાર થઈ હતી. આ રીતે સતત ૧૨મા દિવસે ૨૪ કલાકમાં કોરોનાથી મોતની સોડ તાણનારાઓની સંખ્યા ૩૦૦થી વધુની રહી છે. દેશમાં એક દિવસ કે ૨૪ કલાકમા ચેપગ્રસ્તોના નવા કેસોની વાત કરીએ તો ગત ૨૧મી જૂને ૧૫,૪૧૩ નવા કેસો નોંધાયા હતા. જે એક દિવસમાં સૌથી વધુનો આંકડો હતો. આ દિવસે પ્રથમવાર નવા કેસોની સંખ્યા ૧૫,૦૦૦ના આંકડાને પાર કર્યો હતો. ૨૦મી જૂને તેની સંખ્યા ૧૪,૫૧૬ હતી. ૧૯મી જૂને ૧૩,૫૮૬ તેમજ ૧૮મી જૂને ૨૪ કલાકમાં ૧૨,૮૮૧ નવા દર્દીઓ નોંધાયા હતા. આ રીતે ૧૮મી જૂને નવા કેસોની સંખ્યાએ ૧૨,૦૦૦નો આંકડો પાર કર્યો હતો. ત્યારબાદ દરરોજ આ આંકડામાં સતત વધારો થતો રહેવા પામ્યો હતો. જેને પગલે ૨૧મી જૂને માત્ર ચાર જ દિવસમાં ચેપગ્રસ્તોની સંખ્યા ૨૪ કલાકમાં ૧૫,૦૦૦ના આંકડાને પાર કરી ગઈ હતી. આ પહેલાં ૧૭મી જૂને ૧૦,૯૭૪, ૧૬મી જૂને ૧૦,૬૬૭, ૧૫મી જૂને ૧૧,૫૦૩ અને ૧૪મી જૂને ૨૪ કલાકમાં ૧૧,૯૨૯ દર્દીઓ નોંધાયા હતા. ગત તા.૧૩મી જૂને ૨૪ કલાકમાં ૧૧,૪૫૮ નવા કેસ નોંધાયા હતા. આ દિવસે પ્રથમવાર નવા ચેપગ્રસ્તોની સંખ્યા ૧૧ હજારને પાર થઈ હતી. ૧૨મી જૂને પ્રથમવાર ૧૦ હજારથી વધુ થઈ હતી. આ દિવસે એક જ દિવસમાં ૧૦,૯૫૬ નવા દર્દીઓ નોંધાયા હતા. આમ દેશમાં અનલોક-૦૧ના અમલ સાથે જ કોરોનાના કેસોમાં પણ ઝડપભેર વધારો થઈ રહ્યો છે. જેના પગલે વિતેલા ૧૦ દિવસોમાં જ નવા કેસોની સંખ્યા ૨૪ કલાકમાં જ ૧૦ હજારથી ૧૫ હજારની સંખ્યાને પાર કરી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં સતત ૧૧મા દિવસે ૧૦,૦૦૦થી વધુ નવા ચેપગ્રસ્તો સામે આવ્યા છે. મંત્રાલયના વધુમાં જણાવ્યા મુજબ દેશમાં કોવિડ-૧૯ના ત્રણ લાખ કેસો પછીથી માત્ર ૮ દિવસમાં ચેપગ્રસ્તોની સંખ્યા ૨૧મી જૂને ૪ લાખને પાર થઈ ચૂકી હતી. સોમવારે સવારે ૮ કલાક સુધીમાં અપડેટ આંકડા મુજબ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે. દેશભરમાં અત્યાર સુધીમાં ૨,૩૭,૧૯૫ દર્દીઓ ખતરનાક વાયરસને મ્હાત કરી ચૂક્યા છે. જ્યારે ૧,૭૪,૩૮૭ એવા દર્દીઓ છે, જે વાયરસનો શિકાર બનીને હાલ સારવાર લઈ રહ્યા છે. મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ વિતેલા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના કુલ ૯,૪૪૦ દર્દીઓ સાજા થયા છે. ત્યારબાદ સ્વસ્થ થનારાની ટકાવારી ૫૫.૭૭ ટકા થઈ ચૂકી છે.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button