ઉદ્ધવ ઠાકરે સરકારે ચીનના ત્રણ પ્રોજેક્ટ અટકાવી દીધા , અવરચંડા ચીન પર ઠાકરે સરકારે દંડો પછાડ્યો
ઉદ્ધવ ઠાકરે સરકારે ચીનના ત્રણ પ્રોજેક્ટ અટકાવી દીધા , અવરચંડા ચીન પર ઠાકરે સરકારે દંડો પછાડ્યો
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે ચીની કંપનીઓ સાથે કરારબદ્ધ કરાયેલા ત્રણ પ્રોજેક્ટોને સ્થગિત કરી દીધા છે. લડાખ સરહદે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને કારણે તંગદિલી ઊભી થતાં રાજ્ય સરકારે આ પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે આ તંગદિલીમાં ભારતના ૨૦ સૈનિકો શહીદ થયા છે. રૂં ૫,૦૦૦ કરોડથી વધુના સૂચિત રોકાણ સાથેના પ્રોજેક્ટોને તાજેતરમાં યોજાયેલી ઇન્વેસ્ટર્સ મીટ મેગ્નેટિક મહારાષ્ટ્ર ૨.૦માં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા હતા. સરહદી વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે જ આ પ્રોજેક્ટો અંગે ચર્ચા થઇ હતી. આ મામલે મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઇએ જણાવ્યું હતું કે ‘હા, કેન્દ્ર સાથે મસલત કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. અમે પ્રોજેક્ટોને સ્થગિત કરી દીધા છે અને કેન્દ્ર તરફથી વધુ નિર્દેશોની રાહ જોઇ રહ્યા છીએ.’ ગત સોમવારે જ વીડિયો કોન્ફરન્સિંગ થકી કોન્ફરેન્સ યોજાઇ હતી અને તેમાં ચીનના રાજદૂત સુન વીડોંગ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રમાં અર્થતંત્રને નવેસરથી વેગ આપવાનો આ એક પ્રયાસ હતો. આ કોન્ફરન્સમાં ચીન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને અમેરિકા સહિત અનેક દેશો સાથે ડઝનબદ્ધ એમઓયુ પર હસ્તાક્ષર કરાયા હતા. આ જ દિવસે પૂર્વી લડાખની ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને બન્ને દેશોના જવાનો સામસામે આવી ગયા હતા. ૨૦ સૈનિકો શહીદ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં જોરદાર વિરોધનો વંટોળ ઊભો થયો હતો અને ચીની માલસામાનના બહિષ્કારની માગ ઊઠી હતી. મહારાષ્ટ્ર ઇન્વેસ્ટર્સ ઇવેન્ટમાં હસ્તાક્ષર કરાયેલા ૧૨ સમજૂતીપત્રોમાંથી શ્ ૨૫૦ કરોડનું હેંગલી એન્જીનીયરિંગનો પ્રોજેક્ટ સામેલ છે. આ ઉપરાંત ગ્રેટ વોલ મોટર્સ સાથે શ્ ૩,૭૭૦ કરોડનો સૌથી મોટો પ્રોજેક્ટ પણ આમાં હતો. પીએમઆઇ ઇલેક્ટ્રો મોબિલિટી સાથે શ્ ૧,૦૦૦ કરોડનો પ્રોજેક્ટ પણ તેમાં છે. જોકે હવે ઘર્ષણને કારણે આ પ્રોજેક્ટોના ભાવિ સામે પ્રશ્નાર્થ લાગી ગયો છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/