રાજ્યમાં ૨૪ કલાકમાં ૫૬૩ કેસ , ૨૧ વ્યક્તિના મૃત્યુ થયા , અમદાવાદમાં ૩૧૪ તેમજ સુરતમાં ૧૩૨ કેસો સપાટીએ આવ્યા ઃ કોરોનાથી અત્યાર સુધીમાં ૧૬૮૫ મૃત્યુ પામ્યા
રાજ્યમાં સતત દસમાં દિવસે કોરોના પોઝિટિવના નવા કેસનો આંકડો ૫૦૦ને પાર ગયો છે. આજે વીતેલા ૨૪ કલાકમાં રાજ્યમાં ૫૬૩ નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૨૭૮૮૦ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૧૬૮૫ પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે ૪૪૬૯ ટેસ્ટ થયા હતા. ૫૬૦ વ્યક્તિઓ સાજા થઈને ઘરે ગયા હતાં. જ્યારે વેન્ટીલેટર પર ૬૭ વ્યક્તિઓ છે. રાજ્યમાં આજે ટેસ્ટ છેલ્લા કેટલાક દિવસની સરખામણીમાં ૪૪૬૯ ટેસ્ટ કરાયા હોવા છતાં આજે ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવનો આંકડો ૫૬૩ પર પહોંચ્યો છે. રાજ્યમાં ૨૧ વ્યક્તિઓના કોરોનાને કારણે ૨૪ કલાકમાં મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં ૧૬ અને સુરતમાં ૫ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧૬૮૫ મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં ૨૫ જિલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવનો આંકડો ૩૦૦ને પાર રહેતો હતો. જેમાં રવિવારે તા. ૨૧મીએ ઘટાડો નોંધાયો હતો. જ્યારે આજે પુનઃ શહેરમાં ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવનો આંકડો ૩૦૦ને પાર થઈ ૩૧૪ કેસ નવા નોંધાયા છે. આ સાથે કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૧૯ હજારને પાર થઈ ૧૯૧૫૧ થયો છે. અમદાવાદમાં આજે વધુ ૧૬ના મોત થતા કુલ મૃત્યુઆંક ૧૩૪૮ થયો છે. સુરતમાં સતત ત્રણ દિવસથી નવા કોરોના પોઝિટિવનો આંકડો ૧૦૦ પર જઈ રહ્યો છે.આજે નવા ૧૩૨ કેસ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૩૩૬૫ થયો છે. જ્યારે વધુ ૫ મોત સાથે ૧૨૮ પર મૃત્યુઆંક પહોંચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૩૧૪, સુરતમાં ૧૩૨, વડોદરામાં ૪૪, જામનગરમાં ૧૦, ગાંધીનગર, જુનાગઢ અને નર્મદામાં ૭-૭, આણંદમાં ૬, ભરૂચમાં ૫, મહેસાણામાં ૪, ભાવનગર, પાટણ અને ખેડામાં ૩-૩, મહિસાગર, સાબરકાંઠા, બોટાદ, ગીર-સોમનાથ, વલસાડ અને અમરેલીમાં ૨-૨, બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર, નવસારીમાં ૧-૧ કેસ સપાટીએ આવ્યા છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/