૧૪૩મી રથયાત્રા કાઢવા સરકારની રાત્રે અરજી , રથયાત્રા યોજવા ધાનાણીની મુખ્યમંત્રી રૂપાણીને અપીલ
જગન્નાથ પુરીમાં ભગવાન શ્રી જગરન્નાથની રથયાત્રા કાઢવા માટે સુપ્રિમ કોર્ટે આપેલ શરતી મંજુરીને પગલે ગુજરાત સરકાર તાબડતોડ જાગી છે. ગુજરાત હાઈકોર્ટમાં મોડી રાત્રે ભગવાન શ્રી જગન્નાથની ૧૪૩મી રથયાત્રા કાઢવા માટેની મંજુરી માંગતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી છે. જેની સુનાવણી મઘરાત્રે હાથ ધરાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટ આજે બપોરે અમદાવાદમાં રથયાત્રા કાઢવાની અરજી ફગાવી દીધી છે. જ્યારે બીજીબાજુ ભગવાન જગરન્નાથ ભક્તો અને મંદિરના મહંત દીલીપદાસજી મહારેજ જગરન્નાથ પુરીમાં મંજુરી મળી હોવાથી ૧૪૩ વર્ષ જુની પરંપરા જળવાઈ રહે અને ભગવાન અષાઢી સુદ બીજના દિવસે નગરયાત્રાએ નીકળે તેવી લાગણી વ્યક્ત કરી હતી. મોડીસાંજે મુખ્યમંત્રી જગરન્નાથ મંદિરે આરતી કરી બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રથયાત્રા શરતી કાઢવા માટે મંજુરીની માંગણી કરીશું ત્યારબાદ કાયદા વિભાગે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને મુખ્ય સરકારી વકીલને રથયાત્રા કાઢવાની અરજી કરવા સૂચના આપી હતી.
ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢી લાખો શ્રદ્ધાળુ ભાવિકોની ઈચ્છા પુરી કરવા અંગે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિનંતી કરતો પત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલ છે. પરેશ ધાનાણીએ પત્રમાં જણાવ્યું હતું કે, વર્ષોથી શ્રદ્ધા અને પરંપરા વચ્ચે અમદાવાદ શહેરમાં અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની રથયાત્રા નીકળે છે. આ પરંપરા ૧૪૩ વર્ષોથી ચાલે છે. રથયાત્રા કોમી એકતાનું પ્રતીક છે. બીન રાજકીય રીતે તમામ લોકો જાડાય છે. અમદાવાદ શહેરની નગર ચર્ચાએ નીકળતા ભગવાન જગન્નાથજીની રથયાત્રા મુલતવી રાખવાના સમાચાર શહેર અને રાજ્યની પ્રજા માટે આઘાત જનક છે.રાજ્યમાં અમદાવાદ સહિત ૧૩૫ સ્થળોએથી રથયાત્રા નીકળે છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રથયાત્રા પર રોક લગાવી છે. પરંતુ આપણા સૌની આસ્થાના પ્રતિક સમાન ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાની પરંપરા આગળ વધારવા વિનંતી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/