આર્મ્સ (હથિયાર) સાથે 2 આરોપીને ઝડપી પાડતી ગોત્રી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ
આર્મ્સ (હથિયાર) સાથે 2 આરોપીને ઝડપી પાડતી ગોત્રી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ
વડોદરા શહેરના મે પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી કેસરી સિંહ ભાટી સાહેબ નાઓ તેમજ નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન -૦૨ સંદિપ ચૌધરી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ડી ડીવીઝન શ્રી એ.વી.રાજગોર સાહેબની ગેરકાયદેસર હથિયારો લેવેચ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહિ
કરવા તથા હાલમાં રથયાત્રા શાંતિપુર્ણ રીતે વડોદરા શહેરમાંથી પસાર થાય જે બાબતની કડક સુચના આધારે ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.બી.ગોહિલ સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે વિશાલભાઈ નાગજીભાઈ બતથા કિશોરસિંહ ગુલાબસિંહ નાઓને ચોક્કસ બાતમી હકિકત મળેલ કે એક અજાણ્યો ઇસમ જે અકોટા સયાજીનગર ગૃહ પાસેથી પસાર થાય છે તેવી ચોક્કસ બાતમીના આધારે સદર ઇસમને તપાસ કરતા તેની પાસે ગેરકાયદેસર હથિયાર મળેલુ અને સાથે બે જીવતા કારતુશ પણ મળી આવેલ જેથી સદર જગ્યાએ અજાણ્યા ઇસમને રોકી સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે કોર્ડન કરી ઝડતી કરતા દેશી બનાવટી પિસ્ટલ તથા બે જીવતા કારતુશ મળી આવેલ હોય જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ધી આર્મ્સ એક્ટ ર ૫ (૧) (બી) (એ) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો રજી. કરવામાં આવેલ છે જેથી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે. તથા બન્ને આરોપીઓના COVID-19 નો રિપોર્ટ કરાવ્યા બાદ અટક કરવામા આવેલ છે
ઝડપાયેલ આરોપીઓ:
(૧) કૈલેશકુમાર રાજુભઈ વસૈયા રહે. ડુંગરી ફળીયું મુવાડા ઝાલોદ તા.ઝાલોદ જી. દાહોદ,
(૨) સતીષ મુકેશભાઈ વસૈયા રહે. મેલણીયા ગામ તા.ઝાલોદ જી.દાહોદ
પકડાયેલ મુદામાલ
દેશી બનાવટી પિસ્ટલ તથા બે જીવતા કારતુશ તથા બે મોબાઈલ ફોન મુદામાલમા કજે કરેલ છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/