સંસ્કારી નગરી વડોદરામાં કોલેજના વિદ્યાર્થીઓ ઝડપાયા દારૂની મહેફિલ માણતા, પોલીસે કરી તમામની અટકાયત, વડોદરાની મેડિકલ કોલેજના 2 ડોક્ટર, 5 યુવતી સહિત 10 વિદ્યાર્થી દારૂ પીતાં ઝડપાયા ,
(પ્રતિકાત્મક તસવીર)
વડોદરાની સુમનદીપ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા. આ તમામ વિદ્યાર્થીઓએ દારૂની મહેફીલ આમોદર નજીક આવેલી શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં યોજી હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા મહેફીલનો ભાંડો ફૂટ્યો.. જેથી તમામની વાઘોડિયા પોલીસે અટકાયક કરી હતી.
પોલીસે અટકાયત કરી તેમા 7 યુવક અને 5 યુવતીઓનો સમાવેશ થયા છે. જોકે આ તમામનો બાદમાં જામીન પર છુટકારો થયો હતો. મળતી માહિતી પ્રમાણે વાઘોડિયા પોલીસે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. તો પોલીસે યુવક-યુવતીઓ પાસેથી દારૂની ખાલી બોટલ પણ જપ્ત કરી છે. કોલેજમાં વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂરો થયો હોવાથી દારૂની મહેફીલ યોજી હોવાનું સામે આવ્યુ છે.પ્રાપ્ત વિગત અનુસાર વાઘોડિયા પોલીસે જણાવ્યું હતું કે રવિવારે કે આમોદર ગામમાં આવેલી શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં કેટલાંક યુવક-યુવતીઓ એક મકાનમાં દારૂની મહેફિલ માણી રહ્યાં છે. પોલીસે મકાનમાં તપાસ કરતાં પીધેલી હાલતમાં સાત યુવક અને પાંચ યુવતી ઝડપાયા હતા. પોલીસે 2 કાર સહિત 9.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓમાં જૈનમ મહેતા, ડો. કીર્તન પટેલ, કોશી જોશેફ, અંશુલ ગુપ્તા, રુચિતા શાહ, ગણેશ અન્ના સહિત અન્ય 5 યુવતીનો સમાવેશ થાય છે , પોલીસે 2 કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો, વડોદરા નજીક આવેલા વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે આવેલી શ્યામલ કાઉન્ટી સોસાયટીના મકાન નં-112માં દારૂની મહેફિલ માણતા સુમનદીપ વિદ્યાપીઠમાં મેડિકલનો અભ્યાસ કરતા 7 વિદ્યાર્થીઓ અને 5 વિદ્યાર્થિનીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે વ્હાઇટ વોકર ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-2, બ્લેક ડોગ બ્લેક રિઝર્વ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, બ્લેક ડોગ ત્રિપલ હોલ્ડ રિઝર્વ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, ટીચર્સ હાઇલેન્ડ ક્રીમ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, વેટ 69 ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, પાણીની બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ, 10 મોબાઇલ તેમજ જૈનમ મહેતાની કાર અને અંશુલ ગુપ્તાની કાર મળીને કુલ રૂપિયા 9,55,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તમામ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દારૂની મહેફિલમાં પકડાયેલા સુમનદીપ વિદ્યાપીઠના 12 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના નામ
(1) અંશુલ રાજેશભાઇ ગુપ્તા (રહે. રૂમ નં. 411, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, વાઘોડિયા, મૂળ દિલ્હી)
(2) જૈનમ વિપુલભાઇ મહેતા (રહે. 112, શ્યામલ કાઉન્ટી સોસાયટી, મૂળ રહે. એફ.04, રાજધાની એપાર્ટમેન્ટ, મેમનનગર, અમદાવાદ)
(3) કોશી જોસેફ (રહે. રૂમ નંબર-92, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, પીપળીયા, વાઘોડિયા)
(4) ડો. કિર્તન જગદીશભાઇ પટેલ (રહે. 112, શ્યામલ કાઉન્ટી સોસાયટી, આમોદર, મૂળ રહે. એ, 27, ન્યુ નિકીતા પાર્ક સોસાયટી, ઘાટલોડીયા, અમદાવાદ)
(5), રૂચીત પરાગભાઇ શાહ (રહે. એ-501, અનંતા આસ્થા સોસાયટી, આમોદર, વાઘોડિયા, મૂળ-મકાન નં.43, મણીરત્ન વિભાગ-1, અમદાવાદ)
(6) ગણેશ શિવઅન્ના (રહે. 163, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, વાઘોડિયા, મૂળ-તામીલનાડુ)
(7) અંકુલ મુકેશભાઇ ચંદ્રા-અભ્યાસ ( રહે. 115, પવલેપુર, વાઘોડિયા મુળ-ઉત્તરપ્રદેશ)
(8) હર્ષિતા અભયભાઇ કોઠારી અભયભાઇ કોઠારી-અભ્યાસ (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ મુળ રહે. મધ્યપ્રદેશ)
(9) ચેતના મોહનભાઇ દુહાન (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. ન્યુ દિલ્હી)
(10) પલ્લવી સરોજભાઇ કુમાર (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. ન્યુ દિલ્હી)
(11) સરણીતા એડવર્ડ જોન્સન (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ હોસ્પિટલ, મુળ રહે. તામિલનાડુ)
(12) સોવીયા સુખરાજ ગીલ (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. અમૃતસર-પંજાબ) ………
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/