પોદાર વર્ડ સ્કૂલ ની મનમાની સક્રિય ! પોદાર સામે ન્યાય માટે અવાઝ ઉઠાવનાર વાલી ના બાળક ને ચેક થી અભ્યાસ ની બુક્સ આપવાનું પોદાર વર્ડ સ્કૂલ સંચાલકે ના પાડી !?
વડોદરા ની શેરખી ખાતે આવેલ પોદાર વર્ડ સ્કૂલ સરકાર ના આદેશ નો ભંગ કરીને વાલી પાસેથી ફી ની સાથે સાથે લેટ ફી 8100/- રૂપિયા લીધેલી, વાલી રણજિતભાઈ રાજપુતે CMO ઓનલાઈન તથા શિક્ષણ વિભાગ માં પોદાર વર્ડ સ્કૂલ ની વિરુદ્ધ ફરિયાદ કરેલ, વડોદરા જિલ્લા શિક્ષણધિકારી ની કચેરી થી પોદાર વર્ડ સ્કૂલ માં તપાસ ના આદેશ આપવામાં આવ્યા હતા, કોરોના મહામારી માં રોજગાર ધંધા નથી રહ્યા તેવામાં વાલી પાસેથી 8100/- રૂપિયા પોદાર વર્ડ સ્કૂલે પેનલ્ટી વસૂલી, જાગૃત વાલી દ્વારા વીડિયો બનાવીને સ્કૂલ ની પોલ ખોલી હતી. આટલી મોટી ઉંઘરાણી કરી હોવા ની પોલ ખુલ્લી પડી હોવા છતાં પોદાર વર્ડ સ્કૂલના વલણ માં સુધાર આવ્યો નથી, આજ રોજ પોદાર ની ફરિયાદ કરનાર ના પત્ની શેરખી ની પોદાર વર્ડ સ્કૂલ માં વિધાર્થીના અભ્યાસ ની બુક લેવા ગયા હતા, પરંતુ પોદાર વર્ડ સ્કૂલ દ્વારા બાળક ના માતા ને ચોખ્ખી ના પાડી દેવામાં આવી હતી, શેરખી ની પોદાર વર્ડ સ્કૂલએ વાલી ને કીધું કે પહેલા ઓનલાઈન પૈસા ભરો અને પછી જ તમને સ્કૂલ માંથી બાળકના ભણતર નું મટેરિયલ મળશે, ચેક નહીં ચાલે? પોદારે ઉજ્જવલ બુક્સ અને સ્ટેશનરી ના નામનો સિક્કો માર્યા પછી સંચાલકો ને ખબર પડી કે ફરિયાદી રંજીતભાઈ નો ચેક છે તો તરત જ ચેક પાછો આપી દીધો હતો અને કીધું હતું કે ચેક નહીં ચાલે ઓનલાઈન પેમેન્ટ કરો અને બુક્સ લઈ જાવ!
વધુ માં FRC ના નિયમ વિરુદ્ધ સ્કૂલ ફી ની ઉઘરાણી કરી રહી હતી! રણજિતભાઈ રાજપુતે જણાવ્યું કે મને ન્યાય નહીં મળે તો હું કેન્દ્ર સુધી રજુઆત કરીશ, મારા જેવા કેટલાય વાલીઓ મારી જોડે છે! અત્યાર સુધી વાલી દ્વારા ચેક થી જ પેમેન્ટ કરવામાં આવતું હોવા છતાં ચેક નો સ્કૂલ સંચકલો એ અસ્વીકાર કર્યો. સ્કૂલ સંચકલો દ્વારા વાલી ને હેરાન કરવાનું કામ ચાલુ કરી દીધેલ હોય તેમ લાગી આવે છે, બાળક ની માતા ની તબિયત ના સારી હોવ છતાં દોઢ કલાક બેસાડી રાખી બુક્સ આપવાનું ના પાડી,
ભણતર ને બનાવ્યો ધંધો! બેફામ ઉઘરાણી કરતી પોદાર વર્ડ સ્કૂલ ના સંચાલકો વિરુદ્ધ શિક્ષણ વિભાગ ની કોઈ કાર્યવાહી નહી? પોદાર વર્ડ સ્કૂલ ના માથે કયા અધિકારી નેતા નો હાથ?
શિક્ષણ ને ધંધો બનાવતી પોદાર વર્ડ સ્કૂલ બની બેફામ ?
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/