ગુજરાત

વડોદરા ના શેરખી ગામ ના એક પરીવાર ના માતા-પિતા અને પુત્ર નું કંથારીયા પાસે અકસ્માત માં મોત, આ અકસ્માત માં 7 લોકો ઘાયલ,

વડોદરા ના શેરખી ગામ ના એક પરીવાર ના માતા-પિતા અને પુત્ર નું કંથારીયા પાસે અકસ્માત માં મોત, આ અકસ્માત માં 7 લોકો ઘાયલ,

આણંદ જિલ્લાના વાસદ-બોરસદ સ્ટેટ હાઇવે પર આવેલાં આંકલાવ તાલુકાના કંથારીયા ગામની સીમમાં મંગળવારના રોજ સવારના સુમારે પૂરપાટ ઝડપે જતી બે કારો સામ સામે ધડાકાભેર અથડાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વડોદરા જિલ્લાના શેરખી ગામના એક પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે કરુણ મોત થયાં હતાં, જ્યારે બંને કારમાં સવાર સાત જેટલી વ્યક્તિઓને ઈજા. પહોંચી હતી. મૃતક વ્યક્તિઓમાં માતા-પિતા અને પુત્રનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયેલ તમામ વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક વાસદ અને ત્યારબાદ વડોદરાખાતેની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. આ બનાવ અંગે આંકલાવ પોલીસેઅકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં ઘવાયેલી વ્યક્તિઓ પૈકી કેટલીક વ્યક્તિની હાલત અત્યંત નાજુક હોવાના પણ છે અહેવાલ મળ્યાં છે. વડોદરા જિલ્લાના નાની શેરખી ગામે રહેતા હિતેશભાઈ હર્ષદભાઈ પંડ્યા (ઉ .૪૨) ના સંબંધીને ત્યાં શ્રીમંતનો પ્રસંગ હતો. તેઓ અલ્ટો કારમાં પત્ની જયશ્રીબેન (ઉં. ૩૬), પુત્ર વિવેક (ઉ .૧૪), પુત્રી કૃપા (ઉ. ૧૭) તેમજ રિદ્ધિ અરૂભાઈ ભટ્ટ (ઉં. ૧૮) અને વિધિ પરેશભાઈ ઉપાધ્યાય (ઉ .૧૮) ને લઈને પ્રસંગમાં જવા નીકળ્યાં હતાં. આસોદર ચોકડી વટાવીને તેઓ વાસદ તરફ જઈ રહ્યાં હતા ત્યારે સવારે ૮:૩૦) કલાકના સુમારે આંકલાવ તાલુકાના કિંથારીયા ગામે આવેલી નાની નહેર પાસે વાસદ તરફથી પૂરપાટ ઝડપે આવી ચઢેલી સ્વિફ્ટ કારની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, બંને કારોનો ડૂચો બોલી ગયો હતો. આ અકસ્માતમાં અલ્ટો કારના ચાલક હિતેશભાઈ હર્ષદભાઈ પંડ્યા, તેમનાં પત્ની જયશ્રીબેન અને પુત્ર વિવેકને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમનાં સ્થળ પર જ કરુણ મોત થયાં હતાં, જ્યારે રિદ્ધિ, કૃપા અને વિધિને ગંભીર ઈજાઓ થઈ હતી. બીજી તરફ સ્વિફ્ટ કારમાં સવાર ત્રણથી ચાર જેટલી વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ બોરસદ અને કિંખલોડની ૧૦૮ મોબાઇલ વેન તેમજ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. ઘવાયેલા તમામને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં કેટલાંકની હાલત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે.અકસ્માતમાં નાની શેરખી ગામના માતા-પિતા અને પુત્રનાં મોત થતાં જ ગામમાં ઘેરાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે, અકસ્માતની જાણ થતા શ્રીમંતનો પ્રસંગ શોકમાં બદલાઈ ગયો હતો. આ બનાવ અંગે આંકલાવ પોલીસે સ્વિફટ ગાડીના ડ્રાઇવર અનવર હુસેન મહંમદહુસેન જરગાલ (રહે, ગોધરા) ની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button