આરોગ્યગુજરાતગેજેટ એન્ડ ઓટોજીવનશૈલીવ્યાપાર

દેશની તમામ કો-ઓપરેટીવ બેન્ક હવે રિઝર્વ બેંકના તાબામાં આવશે , કેન્દ્રીય કેબિનેટમાં નોટિફિકેશનને મંજૂરી આપી દેવાઈ

દેશની તમામ કો-ઓપરેટીવ બેન્ક હવે રિઝર્વ બેંકના તાબામાં આવશે , કેન્દ્રીય કેબિનેટમાં નોટિફિકેશનને મંજૂરી આપી દેવાઈ


દેશભરમાં સહકારી બેન્કોના રાતોરાત ઉઠમણાં ટાણે પરસેવાની કમાણી મુકનારા નાના અને મધ્યવર્ગના ખાતેદારોની હાલત કફોડી બની જતી હોય છે. ત્યારે ખાતેદારોને આવા દિવસો ન જોવા પડે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે કેબિનેટમાં આજે અંતરિક્ષ વિજ્ઞાન અને બેન્કીંગ ક્ષેત્રમાં એક મોટા સુધારાને લગતા નોટિફિકેશનને મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે હવે દેશની તમામ સહકારી બેન્કો રિઝર્વ બેન્કના સુપરવિઝન પાવરમાં આવી જશે. જેમાં ૧૪૮૨ ગ્રામીણ કો ઓપરેટિવ બેન્ક અને ૫૮ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંક પણ સામેલ છે. આ તમામ બેન્કોને હવે રિઝર્વ બેન્કની દેખરેખ તળે એટલે કે તાબામાં લાવવામાં આવી છે. મંત્રી જાવડેકરએ વધુમાં જણાવ્યું કે આરબીઆઈના સુપરવિઝનમાં ૧,૫૪૦ સહકારી બેન્કોને લાવવાના નિર્ણયથી આ બેન્કોના ૮.૬ કરોડથી વધુ ખાતેદારોને સુરક્ષાનું કવચ મળશે. તેઓને એ વાતની આશ્વાસન રહેશે કે તેમનાં દ્વારા આવી સહકારી બેન્કોમાં બચત કરાયેલી ૪.૮૪ લાખ કરોડ રૂપિયા જેવી રકમ સુરક્ષિત રહેશે. આ ઉપરાંત અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ ખુબ જ મોટો બદલાવ કરાયો છે. સાંપ્રત સમયમાં આપણે અંતરિક્ષમાં શ્રેષ્ઠ વિકાસ કર્યો છે. હવે તેને એક રીતે તમામના ઉપયોગ માટે આ વિભાગને ખોલવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી મંડળે ઉત્તરપ્રદેશના કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી છે. સરકાર દ્વારા પશુધન વિકાસના માટે ૧૫ હજાર કરોડ રૂપિયાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. પશુપાલન ઈન્ફાસ્ટ્રક્ચરને વધારવા માટે એનિમલ હસ્બેન્ડરી ડેવલપમેન્ટ ફંડને મંજૂરી આપી છે. જેના અંતર્ગત સરકાર દ્વારા વ્યાજમાં ત્રણ ટકાની રાહત મળશે. તેનાથી દૂધ ઉત્પાદનમાં વધારો થઈ શકશે. રોકાણમાં પણ વૃધ્ધિ થશે અને લાખો લોકોને ઘેરબેઠાં રોજગારી મળી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની તળે બુધવારે કેન્દ્રીય મંત્રી મંડળની કેબિનેટ મળી હતી. બેઠક બાદ મંત્રી જાવડેકરએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નિર્ણયથી ૧૪૮૨ શહેરી વિસ્તારની સહકી બેન્કો અને ૫૮ મલ્ટી સ્ટેટ કો. ઓપરેટિવ બેન્કો સહિત સરકારી બેંકોને હવે ભારતીય રિઝર્વ બેંકના સુપરવિઝન તળે લાવવામાં આવી રહી છે. એથી આરબીઆઈના તમામ નીતિનિયમો સહકારી બેંકોને પણ લાગુ પડશે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button