પતંજલી એ શરદી-દવાની પરવાનો માગીને કોવિડની દવા બનાવી , ઉત્તરાખંડ આર્યુવેદ વિભાગે કહ્યું, પતંજલિએ કોરોના માટે પરવાનગી માગી નથી, સરકાર દ્વારા પતંજલિને નોટીસ
પતંજલી એ શરદી-દવાની પરવાનો માગીને કોવિડની દવા બનાવી , ઉત્તરાખંડ આર્યુવેદ વિભાગે કહ્યું, પતંજલિએ કોરોના માટે પરવાનગી માગી નથી, સરકાર દ્વારા પતંજલિને નોટીસ
હરિદ્વાર ખાતેથી પતંજલિ દ્વારા મંગળવારે અચાનક કોરોનાની અકસીર આર્યુવેદ દવા કિટનું લોન્ચીંગ કરાયું હતું. જેમાં સાંજે કેન્દ્રના આયુષ મંત્રાલયે દવાની વિસ્તૃત વિગતો માગી હતી. તેની સાથે પતંજિલની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન સરકારે બાબા રામદેવ પર કાયદેસર કાર્યવાહી કરવાની વાત કરી છે. તો હવે ઉત્તરાખંડ સરકારે પણ પતંજલિને નોટીસ પાઠવી છે. ઉત્તરાખંડ આર્યુવેદ વિભાગ દવાને લોન્ચ કરવા માટે મંજૂરી ક્યાંથી મળી તે અંગે નોટીસ પાઠવીને જવાબ માગવામાં આવનાર છે. ઉત્તરાખંડ આર્યુવેદ વિભાગના લાયસન્સિંગ ઓફિસરના જણાવ્યા મુજબ પતંજલિની એપ્લીકેશન પર અમે લાયસન્સ જારી કર્યું હતું. આ એપ્લીકેશનમાં ક્યાંય પણ કોરોના વાયરસનો ઉલ્લેખ ન હતો. અમને એમ જણાવાયું હતું કે પતંજલિને ઈમ્યુનિટી વધારવા, શરદી અને તાવની દવા બનાવવા માટેનું લાયસન્સ જોઈએ છે. વિભાગ દ્વારા પતંજલિને નોટીસ જારી કરી દેવાઈ છે. આ પૂર્વે રાજસ્થાન સરકારે પણ પતંજલિની કોવિડ-૧૯ની દવા કોરોનિલના સંશોધના દવાને ફ્રોડ ગણાવ્યા હતો. રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી રઘુ શર્માના જણાવ્યા મુજબ મહામારીના સમયમાં બાબા રામદેવએ આ રીતે કોરોનાની દવા વેચવાનો પ્રયાસ કર્યો છે, તે સારી વાત નથી. આયુષ મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશનના મુજબ બાબા રામદેવએ આઈસીએમઆર અને રાજસ્થાન સરકાર પાસેથી કોરોનાની આર્યુવેદ દવાની ટ્રાયલ માટે મંજૂરી લેવાની થતી હતી. પરંતુ સત્તાવાર એજન્સી પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર અને કોઈપણ નિયત માપદંડ મુજબના ટ્રાયલનો દાવો કરવામાં આવ્યો છે. તે પણ સાવ ખોટી બાબત છે. જ્યારે કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઈકે પણ બુધવારે જણાવ્યું હતુ કે બાબા રામદેવએ પોતાની દવાની ઘોષણા કોઈપણ મંત્રાલયની મંજૂરી વગર મિડિયામાં કરવી જોઈએ નહીં. આયુષ મંત્રાલયે તેમનો ખુલાસો માગ્યો છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/