વડાપ્રધાન કેર ફંડમાંથી ૬% વેન્ટિલેટરનું ઉત્પાદન થયું , ૫૦૦૦૦ના સ્થાને ફક્ત ૨૯૨૩ વેન્ટિલેટર બન્યાં, આ પરિસ્થિતિ ભારતભરમાં મેડિકલ ઉપકરણો સંલગ્ન કંપોનેન્ટના ઉત્પાદનની અત્યંત નબળી હાલત દર્શાવે છે
વડાપ્રધાન કેર ફંડમાંથી ૬% વેન્ટિલેટરનું ઉત્પાદન થયું , ૫૦૦૦૦ના સ્થાને ફક્ત ૨૯૨૩ વેન્ટિલેટર બન્યાં, આ પરિસ્થિતિ ભારતભરમાં મેડિકલ ઉપકરણો સંલગ્ન કંપોનેન્ટના ઉત્પાદનની અત્યંત નબળી હાલત દર્શાવે છે
કોરોના સંકટમાં પીએમ કેર ફંડ થકી કુલ ૫૦૦૦૦ સ્વદેશી વેન્ટિલેટર્સ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.પરંતુ હાલ સુધી ફક્ત છ ટકા વેન્ટિલેટર્સ જ બનાવી શકાયાં છે. આ પરિસ્થિતિ દેશમાં મેડિકલ ઉપકરણો સંલગ્ન કંપોનેન્ટના ઉત્પાદનની નબળી હાલત દર્શાવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ)થી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહેવાયું છે કે પીએમ કેર ફંડથી કુલ ૫૦૦૦૦ સ્વદેશી વેન્ટિલેટર્સના ઉત્પાદનના લક્ષ્ય પૈકી હમણાં સુધી ૨૯૨૩ વેન્ટિલેટર એટલે કે લગભગ ૬ ટકા જ ઉત્પાદન થયું છે. જે પૈકી ૧૩૪૦ વેન્ટિલેટર્સને પહેલાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ડિલીવર કરાઈ ચૂક્યા છે. જે જે રાજ્યોને વેન્ટિલેટર હમણાં સુધી ડિલીવરી કરાઈ છે, એમાં મહારાષ્ટ્ર ૨૭૫, દિલ્હી ૨૭૫, ગુજરાત ૧૭૫, બિહાર ૧૦૦, કર્ણાટક ૯૦, રાજસ્થાનને ૭૫ વેન્ટિલેટર અપાયા છે. જૂન ૨૦૨૦ના અંત સુધી વધારાના ૧૪૦૦ વેન્ટિલેટર્સને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવશે. આ રિપોર્ટમાં સૂત્રોના કહેવાથી કહેવામાં આવ્યું છે કે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત, ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વ્યાપાર વિભાગ (ડીપીઆઈઆઈટી)ના સચિવ ગુરુપ્રસાદ મોહપાત્ર અને ડીઆરડીઓના ચેરમેન ડો. સતીશ રેડ્ડીએ કંપોનેન્ટ ઉત્પાદનમાં અછતનો ૧૧ જૂને સરકાર અને ઉદ્યોગ જગતની વચ્ચે થયેલી ચર્ચામાં મુદ્દો ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડી.વિજયરાઘવને પણ ભાગ લીધો હતો. અમિતાભ કાંતની અધ્યક્ષતામાં આયોજીત આ ઇ-કોન્ફેન્સમાં વરિષ્ઠ અધિકારીઓ, વેન્ટિલેટર અને કંપોનેન્ટ મેન્યુફેક્ચરર્સ સંલગ્ન પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સૂત્રોના કહેવા અનુસાર કોન્ફેન્સમાં વેન્ટિલેટરનું ઉત્પાદન વિલંબથી થતું હોવાના મુદ્દા ચર્ચા થઈ હતી. ઉચ્ચ અધિકારીઓએ સ્વીકાર્યું કે વેન્ટિલેટરના ઉત્પાદન માટે જરુરી પાર્ટસ(કંપોનેન્ટ્સ) નહીં હોવાના કારણે વેન્ટિલેટરની ડિલીવરીમાં વિલંબ થયો છે. ૧૧ જૂને યોજાયેલી બેઠકમાં મોહપાત્રાએ કહ્યું હતું કે માંગનું આકલન કર્યા બાદ સરકારે ચાર ભારતીય વેન્ટિલેટર ઉત્પાદક કંપનીઓને ૬૦૦૦૦ વેન્ટિલેટર્સ બનાવાવનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ મહત્વપૂર્ણ પાર્ટસ નહીં હોવાના કારણે ડિલીવરીમાં વિલંબ થયો,કારણ વિવિધ પાર્ટસ બહારથી આયાત કરવામાં આવે છે. ડીપીઆઈઆઈટી અધિકારીઓએ એસી-ડીસી કંવર્ટર, નાના સામાન્ય ઉપયોગના ફિલ્ટર, થર્મો ઈલેક્ટ્રિક ડિવાઇસ, પ્રેશર પંપ, સેન્સર્સ, ઓપ્ટિકલ એનકોડર, ઓક્સિજન સેન્સર્સ, ફ્લો સેન્સર્સ અને સબ્સટેન્સ વોલ્વ જેવા વિશેષ પાટ્ર્સની ખરીદીમાં ભારતીય વેન્ટિલેટર્સ ઉત્પાદકોએ સમસ્યા હોવાની વાત કહી. અમિતાભ કાંતે કહ્યું કે વેન્ટિલેટર્સના કેટલાય પાર્ટસ ભારતમાં બનતા નથી. એટલા માટે સપ્યાયમાં વિલંબ થઈ રહ્યો છે. સૂત્રોના કહેવા અનુસાર ડીઆરડીઓ ચેરમેને દેશમાં કંપોનેન્ટ ઇકો-સિસ્ટમ બનાવવાની બાબત પર ભાર મૂક્યો છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/