આરોગ્યગુજરાતજીવનશૈલીવ્યાપાર

૧૫ દિવસમાં કરોડો રૂપિયાનો વિદેશી અને દેશી દારૂ ઝડપાયો , પોલીસે કુલ ૨,૯૫,૪૪,૪૧૦ રૂપિયાનો દારૂ અને કુલ મુદ્દામાલ ૯,૪૬,૧૦,૮૩૧ કરોડનો કબજો કર્યો છે, દારુબંધીના લીરેલીરા ઊડ્યા

૧૫ દિવસમાં કરોડો રૂપિયાનો વિદેશી અને દેશી દારૂ ઝડપાયો , પોલીસે કુલ ૨,૯૫,૪૪,૪૧૦ રૂપિયાનો દારૂ અને કુલ મુદ્દામાલ ૯,૪૬,૧૦,૮૩૧ કરોડનો કબજો કર્યો છે, દારુબંધીના લીરેલીરા ઊડ્યા

(પ્રતીકાત્મક તસ્વીર)

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા ઉપરાંત દારૂને લઈને ખૂબ જ કડક કાયદો હોવા છતાં રાજ્યમાં દરરોજ કરોડો રૂપિયાના દારૂનું ગેરકાયદે વેચાણ થાય છે. આ વાત વાત નગ્ન સત્ય છે, જેનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. ગુજરાત રાજ્યના ડીજીપી દારૂને લઈને અવારનવાર સ્પેશ્યલ ડ્રાઈવ રાખે છે. જેના ભાગરૂપે ગત ૨૯ મેથી ૧૨ જૂન સુધી રાજ્યમાં સ્પેશ્યલ ડ્રાઈવ રાખી હતી. આ દરમિયાન પોલીસે કરોડો રૂપિયાનો દારૂ અને મુદ્દામાલ પકડી પાડયો હતો. સ્પેશ્યલ ડ્રાઈવમાં પોલીસે અલગ-અલગ જિલ્લામાંથી દારૂ પકડી પાડ્‌યો હતો. જેમાં વિદેશી દારૂના સૌથી વધુ કેસ બનાસકાંઠા અને દેશી દારૂના સૌથી વધુ કેસો અમદાવાદમાં કરવામાં આવ્યાં છે. આંકડાની વાત કરીએ તો વિદેશી દારૂના કુલ ૮૧૭ કેસો કરવામાં આવ્યા હતા. જેમાં ૨૦૨ ગણનાપાત્ર કેસો છે. ૭૧૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ ૨,૯૫,૪૪,૪૧૦ રૂપિયાનો દારૂ અને કુલ મુદ્દામાલ ૯,૪૬,૧૦,૮૩૧ કરોડનો કબજો કર્યો છે. દેશી દારૂની વાત કરીએ તો, ૧૨,૩૬૫ કેસો કરવામાં આવ્યા છે. જેમાં ૬ કેસો ગણનાપાત્ર છે જ્યારે ૭,૬૪૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ૧૩,૬૪,૮૮૪ રૂપિયાનો દેશી દારૂ અને ૬૫,૬૫,૨૬૬ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ખાસ ડ્રાઈવ દરમિયાન વિદેશી દારૂનાસૌથી વધુ ૭૦ કેસ બનાસકાંઠામાં જિલ્લામાં અને દેશી દારૂના સૌથી વધારે ૬૮૨ કેસ અમદાવાદ જિલ્લામાં કરવામાં આવ્યા છે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button