સાણંદ GIDCની યુનિચાર્મ કંપનીમાં ભીષણ આગ લાગી , વહેલી સવારે આકસ્મિક આગ લાગી
સાણંદ GIDCની યુનિચાર્મ કંપનીમાં ભીષણ આગ લાગી , વહેલી સવારે આકસ્મિક આગ લાગી
સાણંદ જીઆઈડીસીમાં આજે સવારે યુનિચાર્મ કંપનીમાં આગ લાગી હતી. સવારે કોઈ કારણસર આગ લાગતા ભારે અફરા તફરી મચી ગઇ હતી. તો બીજી તરફ આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ૧૮ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. આગના ધુમાડા ૨ કિમિ દૂર સુધી દેખાતા હતા. એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, આગ ખૂબ મોટી છે. છસ્ઝ્ર અને આસપાસના વિસ્તારોમાંથી કુલ ૧૮ થી ૨૦ જેટલા ફાયરના વાહનો મોકલવામાં આવ્યા છે. હજી આગ પર કાબુ મેળવવામાં આવ્યો નથી પણ આગમાં સમગ્ર ફેક્ટરી ખતમ થઈ ગઈ એવું કહી શકાય
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/