આરોગ્યગુજરાતગેજેટ એન્ડ ઓટોજીવનશૈલીદેશ દુનિયામનોરંજનરમત ગમતવ્યાપાર

ભારત માં કોરોના ના ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૭,૨૯૬ નવા દર્દીઓ , નવા ૪૦૭નાં મોત. દેશમાં કોવિડ-૧૯ના ચેપગ્રસ્તોનો આંક ૪.૯૦ લાખ પહોંચ્યો : વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી

ભારત માં કોરોના ના ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૭,૨૯૬ નવા દર્દીઓ , નવા ૪૦૭નાં મોત. દેશમાં કોવિડ-૧૯ના ચેપગ્રસ્તોનો આંક ૪.૯૦ લાખ પહોંચ્યો : વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી

ભારતમાં કોરોના વાયરસને નાથવા અવિરત પ્રયાસો છતાંય દર્દીઓનો આંક દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે સવારે જારી કરાયેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૪,૯૦,૪૦૧ પોઝીટીવ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ખતરનાક વાયરસથી મૃત્યુ આંક ૧૫,૩૦૧ થયો છે. જ્યારે ૨,૮૫,૬૩૭ લોકો સાજા થયા છે. વિતેલાં ૨૪ કલાકમાં કોરોનાના કહેર પર નજર કરીએ તો દેશમાં ૧૭,૨૯૬ નવા ચેપગ્રસ્તો નોંધાયા છે. જ્યારે એક દિવસમાં ૪૦૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. મહામારીના રિકવરીમાં રેટમાં પણ સુધારો થઈ રહ્યો છે. હવે તે ૫૮.૨૪ ટકા પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના વધુમાં જણાવ્યા મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં ૭૭,૭૬,૨૨૮ લોકોનો કોરોના ટેસ્ટ થઈ ચૂક્યો છે. જેમાં ૨૫મી જૂને ૨૪ કલાકમાં થયેલા કોરોનાના ટેસ્ટની સંખ્યા ૨,૧૫,૪૪૬ની હતી. જે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુની હતી. દેશમાં પોઝીટીવિટી રેટ ૮.૦૨ ટકા પર પહોંચી ગયો છે. વિશ્વભરમાં કોરોનાના કહેરનો સામનો કરી રહેલા દેશોની યાદીમાં ભારત હાલ ચોથા નંબરે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ટેસ્ટીંગ વધવાની સાથે પોઝીટીવ દર્દીઓનો આંક જે રીતે વધી રહ્યો છે, તેને લઈ ભારત રશિયાને પાછળ રાખીને ત્રીજા નંબરે પહોંચી જવાની ભીતિ સેવાઈ રહી છે. રશિયામાં ગત તા.૨૧મી જૂનથી દરરોજ નોંધાતા નવા કેસોની સંખ્યા ૭,૦૦૦ની આસપાસ હોય છે. જ્યારે ભારતમાં દરરોજ રશિયાથી બેવડી સંખ્યામાં નવા ચેપગ્રસ્તો સામે આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ આર્ગેનાઈઝેશનના આંકડા પણ આ વાતની સાક્ષી પૂરે છે. ઉૐર્ંના આંકડા મુજબ રોજિંદા કોવિડ-૧૯ના નવા નોંધાતા દર્દીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારત દરરોજ ત્રીજા નંબરે જોવા મળી રહ્યું છે. જ્યારે કોરોનાથી રોજિંદા થતા મૃત્યુની સંખ્યામાં ભારત દુનિયાના બીજા દેશોની તુલનામાં ક્યારેક બીજા તો ક્યારેક ચોથા નંબરે જોવા મળી રહ્યું છે. રશિયામાં હાલ કોરોનાના કુલ કેસોની સંખ્યા ૬,૧૩,૦૦૦ની છે. ઉૐર્ંના ભારત સહિત અન્ય ૪ દેશોના કોવિડ-૧૯ના કેસોની સંખ્યા પર નજર કરીએ તો તા.૨૧મી જૂને ેંજીછમાં ૩૬૬૧૭ નવા ચેપગ્રસ્તો અને ૬૯૦ લોકોના મોત નિપજ્યા હતા. બ્રાઝીલમાં ૫૪૭૭૧ અને ૧૨૦૬, ભારતમાં ૧૫,૪૧૩ અને ૩૦૬ તેમજ રશિયામાં ૭૭૨૮ નવા દર્દીઓ અને ૧૦૯ લોકોના મોત નિપજ્યા હતા. ૨૨મી જૂને નવા કેસોની સંખ્યા અને મૃત્યુ આંક, યુએસએમાં ૩૨૩૪૯ અને ૫૫૮, બ્રાઝીલમાં ૩૪,૬૬૬ અને ૧૦૨૨, ભારતમાં ૧૪૮૨૧ અને ૪૪૫, રશિયામાં ૭૬૦૦ નવા દર્દીઓ અને ૯૫ લોકોના મોત થયા હતા. તા.૨૩મી જૂને ેંજીછમાં ૨૭૫૭૫ નવા દર્દીઓ અને ૩૦૮ના મોત થયા હતા. જ્યારે બ્રાઝીલમાં ૧૭૪૫૯ અને ૬૪૧, ભારતમાં ૧૪,૯૩૩ અને ૩૧૨ તેમજ રશિયામાં ૭૪૨૫ અને ૧૫૩નો આંક રહ્યો હતો. તા. ૨૪મી જૂને ેંજીછમાં ૨૬૫૧૯ અને ૪૧૦, બ્રાઝીલમાં ૨૧૪૩૨ અને ૬૫૪, ભારતમાં ૧૫,૯૬૮ અને રશિયામાં ૭૧૭૬ નવા ચેપગ્રસ્તો અને ૧૫૪ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે તા.૨૫મી જૂને ેંજીછમાં ૩૪૧૯૧ નવા દર્દીઓ અને ૭૮૪ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બ્રાઝીલમાં ૩૯૪૩૬ અને ૧૩૭૪, ભારતમાં ૧૬૯૨૨ અને ૪૧૮ તેમજ રશિયામાં ૭૧૧૩ નવા દર્દીઓ તેમજ ૯૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button