આરોગ્યગુજરાતગેજેટ એન્ડ ઓટોદેશ દુનિયાવ્યાપાર

ચીની વસ્તુઓનો બહિષ્કાર તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કેમ નહીં? સોશિયલ મીડિયામાં “મેડ ઈન ચાઈના સ્ટેચ્યુ ઓફ યુનિટી” બોયકોટની પણ મુહિમ ઉઠી ,ચીનનો વિરોધ કરવા દેશભરમાં જોરદાર ઝૂંબેશ,

ચીની વસ્તુઓનો બહિષ્કાર તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કેમ નહીં? સોશિયલ મીડિયામાં “મેડ ઈન ચાઈના સ્ટેચ્યુ ઓફ યુનિટી” બોયકોટની પણ મુહિમ ઉઠી ,ચીનનો વિરોધ કરવા દેશભરમાં જોરદાર ઝૂંબેશ,

(image Source : social Media)

કોરોના વાયરસ ચાઈનાએ ફેલાવ્યો છે, ગલવાન વેલીમાં ચીનના હુમલામા ભારતના ૨૦ જવાનો શહીદ થતા ભારતીય સેના અને દેશના લોકોમાં ચીન પ્રત્યે ઘણો આક્રોશ જાવા મળી રહ્યો છે. તો બીજી બાજુ અરુણાચલ પ્રદેશ પર પણ ચીનનો ડોળો છે. આ તમામ ઘટનાક્રમ મુદ્દે હાલ ભારતીયોએ ચાઈના પ્રોડકટ બોયકોટની એક મુહિમ ઉઠાવી છે અને હાલ સોશિયલ મીડિયામાં ચાઈનાના સોફ્‌ટવેર, ચાઈનાની વિવિધ પ્રોડકટ સામે ભારતીય સોફ્‌ટવેર અને ભારતીય પ્રોડકટ રજૂ કરી ચાઈના પ્રોડકટ-સોફ્‌ટવેરનો બોયકોટ કરવાની એક જારદાર મુહિમ ચાલી રહી છે. લોકોએ આ મુહિમને સપોર્ટ પણ એટલો જ કરી રહ્યા છે. પણ એવા જ સમયે સોશિયલ મીડિયામાં “મેડ ઈન ચાઈના સ્ટેચ્યુ ઓફ યુનિટી” બોયકોટની પણ મુહિમ ઉઠતા “સરદાર” પ્રેમીઓઓમાં ભારે નારાજગી છવાઈ છે. ખાસ કરીને જે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પહેલેથી જ વિરોધ કરી રહ્યા છે એ લોકો હાલ સોશિયલ મીડિયામાં એક એવી પોસ્ટ વાયરલ કરી રહ્યા છે કે, હવેથી હું આજીવન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહિ લઉં કેમ કે તે મેડ ઈન ચાઈના છે, જા સહમત હોવ તો શેયર કરો. આ વાત ત્યારની છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય પ્રારંભિક તબક્કામાં હતું. ત્યારે કોંગ્રેસના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને હાલના કોંગ્રેસ કો-સાધ્યક્ષ એહમદ પટેલે એક ટિ્‌વટ કર્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી તો ચાઈનાની કંપની બનાવી રહી છે એ મેડ ઈન ચાઈના છે. આ ટિ્‌વટ થતાની સાથે દેશભરના મીડિયામાં આ ન્યુઝે જોર પણ પકડ્‌યું હતું. એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ સ્થળ પર ચાઈનાના લોકો કામ કરી રહ્યા હોય એવા ફોટા પણ જે તે સમયે વાયરલ થયા હતા. આવા જ કારણોસર હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બોયકોટની મુહિમે જાર પકડ્‌યું છે. પણ જે તે મોદી સરકારે કોંગ્રેસના સ્ટેચ્યુ ઓફ યુનિટી મેડ ઈન ચાઈનાના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા હતા, તો બીજી બાજુ આ મામલે વિપક્ષે સરકાર પર ચઢાવો કર્યો હતો. થોડો સમય અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ પોતાના વિવિધ પ્રશ્નો મુદ્દે ધારાસભ્ય છોટુભાઈ વસાવા પાસે ગયા હતા. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ચાઈનાએ બનાવેલી સરદાર સાહેબની મૂર્તિ છે એને પણ હટાવવી જાઈએ જા તેઓ ખરેખર ચાઈનના વિરોધી હોય તો અને અમારા આદિવાસીઓને બચાવવા જાઈએ. અમે આદિવાસીઓ સાથે અન્યાય નહિ થવા દઈએ. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને ચાઈના પ્રોડકટ ગણાવી એના બોયકોટની હાલ મુહિમ ચાલી રહી છે ત્યારે સરદાર પ્રેમીઓની સાથે સાથે દેશનો મોટે ભાગનો વર્ગ ખૂબ નારાજ થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે આજે વિશ્વના નકશામાં ભારતનું અને નર્મદા જિલ્લાનું નામ અંકિત થયું છે. બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટને લીધે એ વિસ્તારના આદિવાસીઓને રોજી રોટી મળી રહી છે. આદિવાસીઓની જીવન શૈલી બદલાઈ છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ યોગ્ય ન હોવાનું મોટે ભાગનો વર્ગ જણાવી રહ્યો છે તો એમની એ લાગણી પણ યોગ્ય જ છે.હા લોકોમાં એવી પણ એક લાગણી છે કે એ વિસ્તારના આદિવાસીઓ પોતાની જમીન-વળતર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સત્તા મંડળ કાયદા મામલે નારાજ છે એમના પ્રશ્નોનો પણ સરકારે ઉકેલ લાવવો જ જાઈએ.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button