આરોગ્યગુજરાતવ્યાપાર

કોંગ્રેસના વધુ પાંચ ધારાસભ્ય કેસર પાણી છંટકાવથી પવિત્ર થઈ ગયા , બ્રિજેશ મેરજા, અક્ષય પટેલ અને જીતુ ચૌધરીનો ભાજપમાં સત્તાવાર પ્રવેશ કોંગ્રેસ પાર્ટીની હાલાકીને વધારશે : ભાજપમાં આંતરિક અસંતોષ વધશે

કોંગ્રેસના વધુ પાંચ ધારાસભ્ય કેસર પાણી છંટકાવથી પવિત્ર થઈ ગયા , બ્રિજેશ મેરજા, અક્ષય પટેલ અને જીતુ ચૌધરીનો ભાજપમાં સત્તાવાર પ્રવેશ કોંગ્રેસ પાર્ટીની હાલાકીને વધારશે : ભાજપમાં આંતરિક અસંતોષ વધશે

મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામાં આપી કોંગ્રેસ સાથે દગો કરી રાજ્યસભામાં ભાજપને જીતાડવા મતદારોને પીઠ પાછળ ઘા ઝીંકી લોકશાહીની હત્યા કરી હતી. ભાજપના નેતાઓ સાથે બંધ બારણે સોદાબાજી કરી મતદારોના દગાબાજો હવે ભાજપમાં ૨૭ જૂન ૨૦૨૦ના રોજ જોડાઈ રહ્યા છે. અગાઉથી નક્કી કર્યા મુજબ ૩ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમના પર કેસરી પાણી છાંટી દેતાં પવિત્ર બની જશે. આ અંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. સમગ્રતઃ સામાન્ય રીતે દરેક ચૂંટણી પહેલાં પક્ષપલટાનું બેક સ્ટેબિંગ થતું જ આવ્યું છે જેમાં ભાજપનું કદ વધતું ગયું છે અને કોંગ્રેસના કાંગરા ખરતા જ જાય છે. જોકે, બીજી તરફ ભાજપના પક્ષે પણ પરોક્ષ રીતે મુશ્કેલી તો ઊબી થાય જ છે. કમકે આ પક્ષપલટો કરીને પવિત્ર બની ગયેલા નેતાઓને પક્ષે કોઈક સારા સ્તાને બેસાડવાની ખાતરી સાથે જ પક્ષમાં ખેંચ્યા હોય છે તેથી પક્ષના વર્ષો જૂના વફાદારોમાં છૂપો રોષ હોય જ છે પણ તેઓ વ્યક્ત કરી શકતા નથી. અગાઉ કોંગ્રસના ૫ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા જેઓ ભાજપના કમળનો હાથ પકડી લીધો હતો. જેમાં ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ, ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતનો સમાવેશ થાય છે. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જવાની વાત નવી નથી.અગાઉ ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૪ અને ૨૦૧૭ની ચૂંટણી વખતે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ૨૦૧૯ની ચૂંટણીમાં પણ ડો.આશા પટેલના રાજીનામાથી શરૂઆત થઈ છે. આગામી સમયમાં કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. ગુજરાત કોંગ્રેસમાં ફરીથી રાજ્યસભા વાળી જોવા મળી રહી છે. રાજ્યસભાની ચૂંટણી વખતે શંકરસિંહ વાઘેલા સહિત ૧૪ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હતા. ૨૦૧૯ની ચૂંટણી સમયે ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.આશાબેન પટેલે રાજીનામું આપતાં ગુજરાતનું રાજકારણ ફરીથી ગરમાયું હતું.૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નજીક આવતા તોડ-જોડ અને પક્ષ પલ્ટાનું રાજકારણ ગરમ હતું.જો કે ડો.આશા પટેલનું રાજીનામુ કોંગ્રેસ માટે નવી વાત નહતી. ૨૦૦૨થી ૨૦૧૯ સુધીમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચૂક્યાં છે. ત્યારે એમાં વધુ એક ધારાસભ્યનો ઉમેરો થયો હતો.અત્યાર સુધી કોંગ્રેસના કેટલાં ધારાસભ્યો ભાજપમાં ગયા છે તે જાણવું રસપ્રદ બની રહેશે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા ધારાસભ્યોના નામ.વર્ષ-૨૦૦૭કોંગ્રેસના ધારાસભ્ય નીમાબેન આચાર્ય કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, વર્ષ-૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જતાં રહ્યાં. તો ૨૦૧૨ની ચૂંટણીમાં ટીકીટ ના મળતાં ચાર પૂર્વ ધારાસભ્યોએ પણ ભાજપનો હાથ પકડી લીધો હતો. જેમાં છબીલ પટેલ, જશાભાઈ બારડ, રાજેન્દ્રસિંહ ચાવડા, કુંવરજી હળપતી,પરેશ વસાવા, દેવજી ફતેપરા,અનીલ પટેલીયા ટીકીટની ફળવણીને લઈને કોંગ્રેસ સાથે છેડો ફાડ્‌યો હતો. ૨૦૧૨માં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નરહરી અમીન, દલસુખ પ્રજાપતિ, ઉદેસિંહ બારીયા અને નટવરસિંહ પરમાર પણ ભાજપમાં જોડાયા હતા. ૨૦૧૨ બાદ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પક્ષ અને પ્રજા સાથે દ્રોહ કરીને કોંગ્રેસમાંથી રાજીનામા આપી ભાજપમાં જોડાયા હતાં. ૨૦૧૪માં કોંગ્રેસના ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોમાં પ્રભુ વસાવા,વિઠ્ઠલ રાદડીયા, જયેશ રાદડીયાનો સમાવેશ થાય છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ ૨૦૧૭ની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોએ શંકરસિંહ વાધેલાની આગેવાનીમાં રાજીનામા આપ્યાં હતાં. ૨૦૧૭ની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ફટકો પડ્‌યો હતો. ૨૦૧૭માં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોમાં શંકરસિંહ વાઘેલા-કપડવંજ, મહેન્દ્રસિંહ વાઘેલા-બાયડ, રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય, ધરમેન્દ્રસિંહ જાડેજા-જામનગર ઉત્તર, પી આઈ પટેલ-વિજાપુર, તેજશ્રી પટેલ- વિરમગામ, કરમશી પટેલ-સાણંદ, અમીત ચૌધરી-માણસા, બળવંતસિંહ રાજપુત-સિધ્ધપુર, છનાભાઈ ચૌધરી-વાંસદા, રામસિંહ પરમાર-ઠાસરા, માનસિંહ ચૌહાણ-બાલાસિનોર, સી કે રાઉલજી-ગોધરા, ભોળાભાઈ ગોહિલ-જસદણનો સમાવેશ થયા છે. ૨૦૧૯માં આશા પટેલના રાજીનામાથી કોંગ્રેસની પડતીની શરૂઆત થઈ છે. આશા પટેલના રાજીનામા બાદ બીજા કેટલાંક ધારાસભ્યો પણ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સુધીમાં કોંગ્રેસમાંથી રાજીનામા આપી ચૂક્યા છે. ત્યાર પછી ૪ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button