૧૧ વાગ્યા સુધીની મંજૂરી નહીં મળે તો રેસ્ટોરન્ટને તાળાં વાગશે , હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટેની મંજૂરી માટે રજૂઆત કરાઈ
લગભગ બે મહિના કરતાં વધારે સમય સુધી બંધ રહેલી હોટલ અને રેસ્ટોરન્ટને શરતી મંજૂરી સાથે ખોલવાનો આદેશ મળી ગયો છે. જોકે હોટલ અને રેસ્ટોરન્ટ નો ધંધો રાત્રીનો જ હોય છે જ્યારે રાત્રે ૯ વાગ્યાથી કરફ્યુ લાગી જતો હોવાથી હોટલ રેસ્ટોરન્ટ સાતેક વાગ્યે બંધ કરી દેવી પડે છે. જેને કારણે હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને મોટું નુકસાન જઈ રહ્યું છે. માટે જ હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી છે કે જો હોટલ અને રેસ્ટોરન્ટ ને રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં તો મોટાભાગની હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે. ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના નરેન્દ્ર સોમાણીએ વર્તમાન સમયમાં હોટલ અને રેસ્ટોરન્ટની પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં સરકારે અમલમાં લાવેલા લોક ડાઉનને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ બે મહિના કરતાં વધુ સમય સુધી બંધ રહ્યા હતા. ત્યારબાદ સરકારે અનલોક મા હોટેલ રેસ્ટોરન્ટ ખોલવા માટેની મંજૂરી આપી છે જોકે તેમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતની તકેદારી રાખવાની રહેશે. અનલોકમાં રાત્રે ૯ઃ૦૦ વાગ્યાથી કરફ્યુ લાગી જતો હોવાથી હોટલ અને રેસ્ટોરન્ટ વહેલી બંધ કરી દેવી પડે છે. હવે આપણા દેશમાં લોકો ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવા જવાનું છે સાંજે જ પસંદ કરતા હોય છે. માટે હોટેલ અને રેસ્ટોરન્ટ મોડે સુધી ખુલ્લા રહે તો જ લોકો ત્યાં જમવા આવી શકે તેવી સ્થિતિ નિર્માણ થાય. વધુમાં સોમાણીએ જણાવ્યું હતું કે હાલ જે હોટલ રેસ્ટોરન્ટ ચાલે છે તેમાં સંચાલકોને નુકસાન જ કરવાની સ્થિતિ ઉદ્ભવી છે જો આવું લાંબો સમય રહે તો મોટાભાગની હોટલ રેસ્ટોરન્ટ બંધ કરી દેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે.જે લોકોએ ભાડાની જગ્યા માં હોટલ અને રેસ્ટોરન્ટ શરૂ કરી છે તેમણે ભાડું ભરવાનું કારીગરોનો પગાર સહિતના ખર્ચા તો ચાલુ જ છે ત્યારે સામે કોઈ આવક નથી. માટે આગામી દિવસમાં સરકાર જો હોટેલ અને રેસ્ટોરન્ટ ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપે તો આ ઉદ્યોગને ફાયદો થાય નહીંતર હોટેલ રેસ્ટોરન્ટ ઉદ્યોગ પડી ભાગે તે વાત નકારી શકાય નહીં. હવે જોવાનું એ રહ્યું કે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન આ રજૂઆત આ અંગે સરકાર શું નિર્ણય લે છે ?
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/