આરોગ્યગુજરાતદેશ દુનિયાવ્યાપાર

સોનાનો ભાવ પ્રતિ તોલા ૬૮૦૦૦ રૂપિયે પહોંચશે , કોરોનાના કારણે શેરબજારમાં ખૂબ જ ઉતાર-ચઢાવ હોઈ લોકો સોના-ચાંદી જેવા સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે

સોનાનો ભાવ પ્રતિ તોલા ૬૮૦૦૦ રૂપિયે પહોંચશે , કોરોનાના કારણે શેરબજારમાં ખૂબ જ ઉતાર-ચઢાવ હોઈ લોકો સોના-ચાંદી જેવા સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે

કોરોના વાયરસના કારણે શેરબજારમાં ખૂબ જ ઉતાર-ચઢાવ જાવા મળ્યા છે. તેવામાં લોકો સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે. તેવામાં સોનું સૌથી ઉત્તમ વિકલ્પ બની રહ્યું છે. આ જ કારણે કોરોના મહામારીના સમયમાં પણ સોનાની ચમક હજુ પણ તેવી જ છે. આમ તો સોનાના ભાવમાં ચઢાવ-ઉતાર સામાન્ય બાબત છે. પરંતુ આજના સમયે સોનું ખરીદવું ફાયદાનો સોદો ગણવામાં આવશે. કેમ કે એક અંદાજ મુજબ આગામી ૨ વર્ષમાં સોનાનો ભાવ પ્રતિ તોલા ૬૮૦૦૦ને આંબી શકે છે. જે હાલ લગભગ ૫૦ હજાર આસપાસ છે. રૂપિયામાં સુધાર વચ્ચે સોનાનો ભાવ હાલ પ્રતિ તોલા રૂ. ૪૯,૪૬૦ છે. જે ગુરૂવાર ૨૫ જૂનની સરખામણીએ ૩૯૦ રૂપિયા જેટલા ઓછા છે. ગુરૂવારે વિદેશી મુદ્રા વિનિમય બજારમાં ભારતીય રૂપિયાએ શરૂઆતના નબળા પ્રદર્શન બાદ અંતમાં રૂપિયો ૭ પૈસા મજબૂત થયો હતો અને પ્રતિ ડોલર ૭૫.૬૫ રૂપિયાના ભાવે બંધ થયો હતો. જેથી આ આંશિક ઘટાડો જાવા મળ્યો છે.માર્કેટમાં સોનાની માગ ઘટતા હાલ વાયદાના ભાવમાં ૪૮ રૂપિયાનો ઘટાડો જાવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓગસ્ટની ડિલિવરીનો સોનાનો ભાવ ૧૪ રૂપિયા એટલે કે ૦.૦૩ ઘટીને ૪૮૧૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો છે. એન્જલ બ્રોકિંગના અનુજ ગુપ્તાએ કહ્યું કે, સોનાના ભાવમાં તેજીનો ટ્રેન્ડ આવતા સમયમાં પણ રહેશે. જિયોપોલિટિકલ ટેન્શન અને આઈએમએફ તરફથી થઈ રહેલી ઘોષણા આ ભાવને વધુ ઉપર લઈ જશે. તમને જણાવી દઈએ કે આઈએમએફ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસને લઈને દુનિયામાં ભયંકર મંદી આવી શકે છે. જેની રિકવરી ખૂબ જ ધીરે ધીરે થશે. આજકાલ લદ્દાખમાં ભારત અને ચીનની સેના આમને-સામને આવી ગઈ છે. કેટલાક દિવસ પહેલા બંને વચ્ચે હિંસક ઝડપ પણ થઈ હતી જેમાં લગભગ ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. તેવામાં યુદ્ધના ભણકારા વચ્ચે રોકાણકારો પોતાનું રોકાણ સુરક્ષિત જગ્યાએ કરવા માગે છે. તેમની નજરે સોના કરતા વધુ સુરક્ષિત રોકાણ હાલ કોઈ નથી. વધુમાં અનુજ ગુપ્તા કહે છે કે, સોનાની કિંમત આગામી એકથી બે મહિનામાં ૫૦ હાજરથી ૫૧ હજારના સ્તરને પાર કરી શકે છે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસમાં કોમોડિટી અને કરન્સીના પ્રમુખ કિશોર નાર્ને કહ્યું કે આગામી ૧૮-૨૪ મહિનામાં સોનાની કિંમત ૬૫૦૦૦-૬૮૦૦૦ પ્રતિ તોલા થઈ શકે છે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button