જિંદગી અમૂલ્ય છે આમ ઉતાવળ ન કરો, વડોદરા ના કરચિયા રેલવે ફાટક બંધ હોવા છતાં યુવક ટ્રેક ક્રોસ કરતા ટ્રેને અડફેટે લીધો, ઘટના સ્થળે મોત, જોવો CCTV ફૂટેજ!
વડોદરામાં એક બાઈક ચાલકને ઉતાવર ભારે પડી ગઈ. માત્ર બે સેકન્ડની ભૂલના કારણે બાઈક ચાલકને જીવથી હાથ ધોવો પડ્યો હતો. આ દૂર્ઘટના વડોદરાના કરચિયા દશરથ રેલવે ફાટકની છે. જ્યાં બાઈક ચાલક રેલવે ફાટક બંધ હતો તેમ છતાં ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન બાઈક ચાલક ટ્રેનની અડફેટે આવી ગયો. ટ્રેનની સ્પીડ પણ એટલી હતી કે બાઈક ચાલક કંઈ પણ સમજે તે પૂર્વે જ ટ્રેનની ટક્કરે આવી ગયો હતો. અનિલ પઢીયાર નામના યુવક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે હવે રેલવે વિભાગે તપાસના આદેશ આપ્યા છે. જોકે અહીં સવાલ એ છે કે શું બાઈક ચાલક 2 મિનિટ માટે રેલવે ફાટક પર નહોતો ઉભો રહી શકતો.
બાઈક ચાલકે ઉતાવળ ન કરી હોત તો સ્થિતિ અલગ હોત. યુવાનો આ રીતે જિંદગી જોખમમાં ન નાખે. તમારા ઘરે તમારા પરિવારજનો રાહ જોતા હશે.. આ અમૂલ્ય જિંદગીની ઉતાવળમાં આમ ન વેડફી દો.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/