આરોગ્યગુજરાતજીવનશૈલીમનોરંજન

વડોદરામાં પ્રેમિકાના પતિને ધમકી આપનાર પ્રેમીની ધરપકડ , ૪ સંતાનો હોવા છતાં ૪૦ વર્ષની પત્ની પાડોશમાં રહેતા ૨૦ વર્ષના યુવક સાથે આંખો મળી :બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો

વડોદરામાં પ્રેમિકાના પતિને ધમકી આપનાર પ્રેમીની ધરપકડ , ૪ સંતાનો હોવા છતાં ૪૦ વર્ષની પત્ની પાડોશમાં રહેતા ૨૦ વર્ષના યુવક સાથે આંખો મળી :બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો

એક તરફ કોરોનાની મહામારી હાહાકાર મચાવી રહી છે, ત્યારે બીજી તરફ એવા કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. જેનાથી લાગે છે કે, કોરોના સંકટમાં પણ લોકોને પ્રેમ પાંગરી રહ્યો હોય. આવી જ એક લવ સ્ટોરી વડોદરામાંથી સામે આવી છે. જેમાં ચાર સંતાનોની માતાને પોતાનાથી અડધી ઉંમરના યુવક સાથે પ્રેમ થયો છે. આ મામલે પ્રેમીએ પોતાની માશૂકાના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મકરપુરા પોલીસે ગુનો નોંધી પ્રેમીની ધરપકડ કરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ બિહારનો ૪૬ વર્ષનો શખ્સ પોતાની પત્ની અને ચાર સંતાનો સાથે વડોદરામાં સ્થાયી થયો છે. ૪ સંતાનો હોવા છતાં શખ્સની ૪૦ વર્ષની પત્ની પાડોશમાં રહેતા ૨૦ વર્ષના યુવક સાથે આંખો મળી અને બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ બાબતે મહિલાના પતિને જાણ થતાં તેણે પોતાની પત્નીને પ્રેમીથી દૂર રહેવા સમજાવી હતી. જા કે પ્રેમમાં અંધ બનેલી મહિલા જ્યારે પતિની ગેરહાજરીમાં પ્રેમીને ઘરે બોલાવતી હતી. પત્નીને પ્રેમીથી દૂર કરવા માટે પતિએ ઘર બદલ્યું, પરંતુ તેમની મુલાકાતો યથાવત્‌ રહી. પતિએ પત્નીને સમજાવતા તે રોકડુ પરખાવી દેતી કે, હું પ્રેમી સાથે સબંધ રાખીશ, તારે જે કરવું હોય તે કરી લે જ. આટલું જ નહી, પત્નીનો પ્રેમી પણ જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેણે કંટાળીને મકરપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી. હાલ પોલીસે પ્રેમી યુવકની જાનથી મારી નાંખવાના ગુનામાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button