આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયાવ્યાપાર

પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારા મામલે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ , અમિત ચાવડા સહિત કાર્યકર્તાઓની અટકાયત

પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારા મામલે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ , અમિત ચાવડા સહિત કાર્યકર્તાઓની અટકાયત

સમગ્ર દેશ અને રાજ્યમાં વધતા જતા કોરોનાનાં કહેર વચ્ચે છેલ્લાં ૨૩ દિવસથી સતત પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધતા જ જઈ રહ્યાં છે. ત્યારે એવામાં કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોઘ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટિ્‌વટ કરીને લોકોને આ અભિયાનમાં જાડાવા અંગેની અપીલ કરી છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પેટ્રોલ-ડીઝલનાં વિરોધને લઈને પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદમાં સરદારબાગથી એલિસબ્રિજ ટાઉનહોલ સુધી પદયાત્રા કરીને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે એ સમયે સરદારબાગની બહાર આવતા જ અમિત ચાવડા અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિતનાં કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાને લઈને પદયાત્રા કરતા કોંગ્રેસનાં નેતા અને કાર્યકર્તાઓની સરદારબાગનાં દરવાજાની બહાર નીકળતાની સાથે જ પોલીસે અટકાયત કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિતનાં કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ પદયાત્રામાં શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ સહિતનાં નેતાઓ અને કોર્પોરેટર જાડાયા હતાં. જા કે યુથ કોંગ્રેસનાં નેતાઓએ પણ પોલીસની ગાડીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ રસ્તા પર જ સુઈ ગયા હતાં અને ગાડી ઉપર ચડી ગયા હતાં. પરંતુ તમને એક વાત જણાવી દઈએ કે, આ પદયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયાં હતાં. તમને જણાવી દઈએ કે, આ પદયાત્રાનાં કાર્યક્રમની પોલીસે મંજૂરી આપી ન હોતી જેને લઈને સરદારબાગ ખાતે હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે કાર્યક્રમની મંજૂરી આપી ન હોવાથી કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવાનું પહેલેથી નક્કી જ હતું. જેમાં અમિત ચાવડા અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button