આરોગ્યગુજરાતદેશ દુનિયાવ્યાપાર

બિનવારસી પીક-અપમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી કુલ કીમત રૂપયિા ૭,૬૦,૧૦૦/-નો મુદામાલ શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

બિનવારસી પીક-અપમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી કુલ કીમત રૂપયિા ૭,૬૦,૧૦૦/-નો મુદામાલ શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

હાલમાં ચાલી રહેલ લોકડાઉન અનુસંધાને વડોદરા શહેરમાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સુચના CP શ્રી અનુપમસિંઘ ગહલૌત તથા JCP શ્રી કેશરીસિંહ ભાટીનાઓ તરફથી મળેલ હોય ક્રાઈમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા તથા ACP શ્રી ડી.એસ.ચૌહાણનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તથા કર્મચારીઓ કાર્યરત હતા દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એ.બી.જાડેજાનાઓની ટીમને માહીતી મળેલ કે, ને.હા. ૮ કપુરાઇ બ્રીજ પાસે સર્વીસ રોડ ઉપર એક બોલોરો પીક અપ ગાડી ને એમ.પી ૪૩ જી ૨૪૦૨ ની પાર્ક કરેલ છે. અને તેની તાડપતરી નીચે ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી
રાખેલ છે. જે આધારે કપુરાઈ સર્વીસ રોડ ઉપર તપાસ કરતા બોલોરો પીક અપમા ઇંગ્લીશ દારૂના જથ્થા સહીત
કીમત રૂપિયા ૭,૬૦,૧૦૦/-નો મુદામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી ઇંગ્લીશ દારૂનો જથ્થો તથા
વાહનના માલીક અંગે કાઇમ બ્રાન્ચમાં તપાસ ચાલી રહેલ છે.

કબજે કરેલ મુદામાલ
(૧) ૭૫૦ મીલી ભરેલ બેગ પાઇપર પ્રીમીયમ હીસ્કી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ ભરેલ બોટલ નંગ – ૫૪૦ કીમત રૂપિયા
3,૪૫,500/
(૨) ૭૫૦ મીલી ભરેલ રોયલ બાર પ્રેસ્ટીઝ ગ્રેન વ્હીસ્કી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ ભરેલ બોટલ નંગ ૨૪૦ કીમત
રૂપિયા ૧,૧૪,000/
(૩) એક બોલોરો પીક અપ કીમત રૂપિયા ૩,૦૦,૦૦૦/
(૪) એક મોબાઇલ ફોન કીમત રૂપિયા ૫00/
(૫) ગાડીમાં મળી આવેલ ડોક્યુમેન્ટ કીમત રૂપિયા 00/
કુલ્લે કીમત રૂપિયા ૭,૬૦,૧૦૦/-નો મુદામાલ કબજે કરેલ છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

 

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button