મુંબઈની તાજ હોટલ ફરી વખત આંતકીઓના નિશાને , કરાચીથી હોટલમાં ફોન આવતા સુરક્ષા જડબેસલાક કરાઈ
મુંબઈની તાજ હોટલ ફરી વખત આંતકીઓના નિશાને , કરાચીથી હોટલમાં ફોન આવતા સુરક્ષા જડબેસલાક કરાઈ
દેશની આર્થિક રાજધાની મુંબઈ વિશે એક મોટા સમાચાર છે. મુંબઈની તાજ હોટેલને બોમ્બથી ઊડાડી દેવાની ધમકી આપતો કોલ આવ્યો હતો. આ ફોન પાકિસ્તાનના કરાચીથી હોટલમાં આવ્યો હતો. હાલમાં હોટલ અને તેની આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઇ પોલીસે કહ્યું, ગઈકાલે પાકિસ્તાનના કરાચીથી તાજ હોટલને બોમ્બથી ઊડાડી દેવાનો ફોન આવ્યો ત્યારબાદ હોટલ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ફોન પાકિસ્તાનથી તાજ હોટલમાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિએ કહ્યું, કરાચી સ્ટોક એક્સચેંજ પર થયેલા આતંકવાદી હુમલાની સાક્ષી દરેક વ્યક્તિ છે. હવે તાજ હોટેલમાં ૨૬/૧૧ જેવો હુમલો ફરી એકવાર થશે. આ ફોન અંગેની માહિતી તાત્કાલિક મુંબઈ પોલીસને આપવામાં આવી હતી. જે બાદ પોલીસે સુરક્ષા વધુ કડક કરી દીધી છે. રાતોરાત પોલીસ અને હોટલ સ્ટાફે સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરી હતી. ત્યારથી, અહીં આવતા મહેમાનો પર નજર રાખવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૬ નવેમ્બર ૨૦૦૮ ના રોજ મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. જે લગભગ ૬૦ કલાક સુધી ચાલ્યો હતો. આ આતંકી હુમલામાં ૧૬૬ લોકો માર્યા ગયા હતા અને ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ૨૮ વિદેશીઓ શામેલ હતા. આ હુમલામાં એકમાત્ર આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું હતું. કસાબને ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ પુણેની યરવાડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેના મૃત્યુ પહેલા, સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનમાં રચાયેલા હુમલાના કાવતરાથી સંબંધિત દરેક માહિતી મેળવી હતી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/