ગુજરાત રિફાઇનરી માં કેન્ટીન કોન્ટ્રાકટ માં કામ કરતા કર્મચારી નું ચાલુ નોકરીએ અચાનક મોત થયું ! યુવા સેના એ હડતાળ કરી 15 લાખ નું વળતર અપાવ્યું!
વડોદરા નજીક આવેલ ગુજરાત રિફાઈનરી કંપનીના કેન્ટીન કોન્ટ્રાક્ટ માં કામ કરનાર ભરતસિંહ ગોહિલ જેઓ કોટના મુકામે રહેતા હતા અને રિફાઇનરી કેન્ટીનમાં કોન્ટ્રાક્ટર ફરજ બજાવતા તેઓનું ગઈકાલે દુઃખદ અવસાન થયું છે ચાલુ નોકરી દરમ્યાન તેમનું દુઃખદ અવસાન થયું છે તેમ છતાં કંપની સત્તાધીશો દ્વારા અત્યાર સુધી તેમના પરિવારજનોને કે કોઈપણ આગેવાન ને વળતર આપવા માટેની કે કોઈપણ રીતે મદદ કરવાની કોઈ પણ વાત નહતી, આજે વહેલી સવારે
ગુજરાત રિફાઈનરી મેન ગેટ સામે મરણ જનાર કર્મચારીના પરિવારજનો અને કરણી સેના અને યુવા સેનાના ગુજરાત અધ્યક્ષ લખન દરબાર તેમજ યુવા આગેવાનો આંદોલનના માર્ગે બેઠા હતા, સવાર ના હડતાળ ઉપર બેસેલ યુવાનો નો અવાજ રિફાઇનરી સત્તાધીશો સુધી પોહચ્યા પછી વાતો-ઘાટો કરી મૃતક કર્મચારી ના પરિવાર ને 15 લાખ નું વળતર આપવા લેખિત બાંહેધરી આપી હતી, બાંહેધરી મળ્યા પછી પરિવાર જનો એ મૃત દેહ નો સ્વીકાર કર્યો હતો,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/