આરોગ્યગુજરાતદેશ દુનિયા

બિહાર-યુપીમાં વીજળી પડતાં ૩૧ મોત : વધુ વરસાદની આગાહી .મુંબઈમાં ધુંઆધાર, ગુજરાતમાં વરસાદની મક્કમ એન્ટ્રી

બિહાર-યુપીમાં વીજળી પડતાં ૩૧ મોત : વધુ વરસાદની આગાહી .મુંબઈમાં ધુંઆધાર, ગુજરાતમાં વરસાદની મક્કમ એન્ટ્રી

(પ્રતીકાત્મક તસ્વીર)

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાએ તેની અસર બતાવવાનું શ\ કરી દીધું છે. ગુજરાત, યુપી-બિહારથી લઇને મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. મુંબઇના અનેક ભાગોમાં પણ ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જારી કરી દેવાયું છે. દરિયો તોફાની બન્યો છે અને મોજા ઉછળવાની ઘટનાઓ બની છે. બિહારમાં ભારે વરસાદ વચ્ચે વીઝળી પડતાં ૨૩ લોકોના મોત થયા છે. યુપીમાં પણ વીજળી પડવાથી આઠ લોકો મોતને ભેટ્યા છે. ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં પણ વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં સૌરાટ્ર , ડાંગ અને ઉત્તરગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડ્યો છે. ભારતીય મોસમ વિભાગે મુંબઇમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મુંબઇ, રત્નાગિરી અને રાયગઢમાં આગામી ૨૪ કલાક માટે રેડ એલર્ટ જારી કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આઇએમડી મુજબ, આગામી દિવસોમાં મધ્ય ભારત અને આજુબાજુના વિસ્તારોમાં માનસૂનની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. આ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશ, કર્ણાટક બિહાર અને ગોવા જેવા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. પાંચ જુલાઇના રોજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. બિહારમાં ચોમાસાને કારણે વરસાદ જારી છે. પટણા અને ગોપાલગંજ જેવા શહેરોમાં કાળા ડિબાંગ વાદળોને કારણે દિવસે પણ અંધારપટ છવાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ત્રણ દિવસમાં બિહારમાં વીજળી પડવાથી અને વરસાદને લગતી ઘટનાઓમાં ૧૦૦ જેટલી વ્યÂક્તઓના જીવ ગયા છે. ગીર સોમનાથ જિલ્લાનાં તાલાલા, સાસણ અને સુત્રાપાડામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ૨ ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં ૧ ઈંચ વરસાદ પડ્યો હતો. સુત્રાપાડા પંથકમાં દોઢ કલામાં ૩.૫ ઈંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાય ગયા હતા. વાવણી કર્યા બાદ વરસાદ પડતાં ખેતરમાં ઉભા પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદથી બજારોમાં અને ખેતરોમાં પાણી ભરાય ગયા હતા. છેલ્લા ૨ દિવસથી પડી રહેલા વરસાદના કારણે કોડીનારના વેલણ ગામમાં નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી પડી હતી. પાણીનો નિકાલ ન થતા ઘર સામે ગોઠણસમા પાણી ભરાય ગયા હતા. બીજી તરફ તાલાલામાં ધોધમાર વરસાદ પડતા હિરણ નદીમાં પુર આવ્યું હતું. અસહ્ય ગરમી અને બફારા બાદ રાજકોટમાં આજે બપોર બાદ ધીમીધારે વરસાદ શરુ થયો હતો. જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. બિહારના ચાર જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. ભોજપુરમાં ચાર, સારણમાં ચાર, પટણામાં એક અને બક્સરમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં આકાશમાંથી વીજળી પડવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. મૃતકોના પરિવારજનોને આર્થિક રાહત પહોંચાડવા માટે નીતિશ સરકાર તરફથી શ્ ચાર-ચાર લાખનું વળતર આપવાનું નક્કી કરાયું છે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button