આરોગ્યગુજરાતદેશ દુનિયાવ્યાપાર

કોરોનાના ખોટા આંકડાથી પરિણામ ખરાબ આવશે , લોકોએ ડરવાની નહીં જાગવાની જરૂર છે : WHO 

કોરોનાના ખોટા આંકડાથી પરિણામ ખરાબ આવશે , લોકોએ ડરવાની નહીં જાગવાની જરૂર છે : WHO 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત હોય તેવા દેશોને ચેતવણી જારી કરી છે અને ઝઘડવાને બદલે વાસ્તવિક સ્થિતિ પર ધ્યાન આપીને મહામારીને કાબૂમાં લેવાની સલાહ આપી છે. સ્વાસ્થ્ય સંગઠનના ઈમરજન્સી ડાયરેક્ટર માઈક રેયાને જીનેવા ખાતે પત્રકારોને સંબોધિત કરતી વખતે જણાવ્યું કે, લોકોએ જાગવાની જોર છે. તેમણે કોવિડ મહામારીના ખોટા આંકડા આપનારા દેશોને ચેતવણી પણ આપી હતી. રેયાને જણાવ્યું કે, અનેક દેશો આંકડાથી મળતા સંકેતોને નજરઅંદાજ કરી રહ્યા છે. આર્થિક કારણોસર વ્યાપારી ગતિવિધિ શરુ કરવાની ભારે  પડી શકે છે પરંતુ સમસ્યાને પણ નજરઅંદાજ ન કરી શકાય. આ સમસ્યાનો જાદુઈ રીતે અંત નહીં આવે.  રેયાને જણાવ્યું કે, મહામારીને કાબુમાં લેવા માટે કોઈ પણ સમય મોડો ન હોઈ શકે. સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવાને બદલે ઓછું સંક્રમણ ફેલાયેલું હોય તેવા ક્ષેત્રોમાં શરતી ઢીલ આપવી જોઈએ, પરંતુ જે ક્ષેત્રોમાં વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો હોય ત્યાં કઠોર પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે જણાવ્યું કે, જો વિવિધ દેશો લોકડાઉન ખોલી દેશે અને તેમના પાસે વધી રહેલા કેસ સામે ડીલ કરવા કોઈ ક્ષમતા નહીં હોય તો સૌથી ખરાબ સ્થિતિ નિર્માણ પામશે. જો સ્વાસ્થ્ય વ્યવસ્થા દર્દીઓની સારવારમાં અસફળ રહેશે તો વધુ લોકો પોતાનો જીવ ગુમાવશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઈમરજન્સી મામલાના ડાયરેક્ટર માઈક રેયાને જણાવ્યું કે કેટલાક દેશોમાં કેસ વધવા પર ફરીથી કડક નિયમો અમલી કરવામાં આવે તે ભારી બની શકે છે. સાથે જ તેમણે ટ્રાન્સમિશન ઘટાડવા સિવાય અન્ય રીતે વાયરસને કાબુમાં લેવો શક્ય છે તેવો સવાલ કર્યો હતો અને જો તેમ શક્ય ન હોય તો લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી તેમ જણાવ્યું હતું.

 

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button