રામદેવ યુવક મંડળ રામપુરા દ્વારા ગૌરી વ્રત માં શિવમંદિરે પૂજા કરવા આવતી બાળાઓ ને સૂકો મેવો અને વેફર નું વિતરણ કરવામાં આવ્યું.
વડોદરા રામપુરા ના રામદેવ યુવક મંડળ અને અર્જુનસિંહ ટાન્ટોળ ના સહયોગ થી આજ રોજ રામપુરા મહાદેવ ના મંદિરે ગૌરી વ્રત નિમિતે પૂજા કરવા આવતી બાળાઓ અને મહિલાઓ ને સૂકો મેવો, વેફર અને કેળાં નું વિતરણ કરવામાં આવ્યું હતું, આશરે 200 થી વધુ સૂકા મેવા ના પેકેટ અને વેફર ના પેકેટ અને કેળાં નું વિતરણ કરવામાં આવ્યું હતું, રામદેવ યુવક મંડળ ના કાર્યકરો અવારનવાર આવા સામાજિક કાર્યક્રમ અને સામાજિક સેવાઓ કરતા રહે છે.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/