આરોગ્યગુજરાતજીવનશૈલી

૨૪ કલાકમાં ૭૩૫ નવા કેસ : ૧૭ વ્યક્તિના મોત , રાજ્યમાં સતત ત્રીજા દિવસે આંકડો ૭૦૦ને પાર. સુરતમાં ત્રણ દિવસથી આંકડો ૨૦૦ને પાર : રાજ્યમાં કુલ સંક્રમિતનો આંકડો ૩૬૮૫૮, કુલ મૃત્યુઆંક ૧૯૬૨

૨૪ કલાકમાં ૭૩૫ નવા કેસ : ૧૭ વ્યક્તિના મોત , રાજ્યમાં સતત ત્રીજા દિવસે આંકડો ૭૦૦ને પાર. સુરતમાં ત્રણ દિવસથી આંકડો ૨૦૦ને પાર : રાજ્યમાં કુલ સંક્રમિતનો આંકડો ૩૬૮૫૮, કુલ મૃત્યુઆંક ૧૯૬૨

રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૭૦૦ને પાર થઈ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૪૦ ટેસ્ટ કરાતા ૭૩૫ કોરોના પોઝિટિવના દર્દી નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતનો આંકડો ૩૬૮૫૮ થયો છે. રાજ્યમાં આજે વીતેલા ૨૪ કલાકમાં ૧૭ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક કોરોનાને લીધે ૧૯૬૨ થયો છે. રાજ્યમાં ૪૨૩ વ્યક્તિઓ ડિસ્ચાર્જ થતા કુલ ડિસ્ચાર્જ થવાનો આંકડો ૨૬ હજારને પાર થઈ ૨૬૩૨૩ થયો છે. રાજ્યમાં ૬૯ વ્યક્તિઓ વેન્ટીલેટર પર અને કુલ એક્ટિવ કેસ ૮૫૭૩ થયો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૭૦૦ને પાર થતા ૩ દિવસમાં જ રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા ૨૨૦૦ને પાર થઈ ગઈ છે. રાજ્ય ભયજનક હદે કોરોનાના કેસોની સપાટી વટાવી રહ્યો છે. તેના તરફ ઈશારો કરે છે. તેમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડતા ભારે વરસાદથી આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો કરી મુક્યો છે. રાજ્યમાં વીતેલા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૭, સુરત કોર્પોરેશનમાં ૪ અને જિલ્લામાં ૨, અરવલ્લીમાં ૧ અને ખેડામાં ૧ સાથે કુલ ૧૭ દર્દીઓના મોત કોરોનાને લીધે થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૬૮ અને જિલ્લામાં ૧૫ સાથે કોરોના પોઝિટિવના ૧૮૩ કેસ નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૨૨ હજારને પાર થયો અને ૨૨૦૭૫ થયો છે. જ્યારે વધુ ૧૭ મોત કોરોનાના લીધે નોંધાતા કુલ મૃત્યુઆંક ૧૪૯૧ થયો છે. સુરત શહેર રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં અગ્રેસર થતું જાય છે. સુરત કોર્પોરેશનમાં ૨૦૧ અને ગ્રામ્યમાં ૪૦ કેસ સાથે કુલ ૨૪૧ કેસ કોરોનાના નોંધાયા છે. સુરતમાં આ સાથે કોરોનાથી કુલ સંક્રમિતનો આંકડો ૬ હજારને પાર થઈ ૬૨૦૯ થયો છે. આજે વધુ ૬ મોત સુરતમાં નોંધાતા કુલ મૃત્યુઆંક કોરોનાને લીધે ૧૮૮ થયો છે. વડોદરા કોર્પોરેશનમાં ૫૫ અને ગ્રામ્યમાં ૧૦ સાથે કુલ ૬૫ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. આ સાથે વડોદરામાં કોરોનાથી કુલ સંક્રમિતનો આંકડો ૨૬૩૩ થયો છે. જ્યારે ગાંધીનગરમાં ૧૭ નવા કોરોના પોઝિટિવના કેસ નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૨૬૩૩ થયો છે. રાજ્યના ૮ કોર્પોરેશન અને ૨૮ જિલ્લામાં કોરોના વક્યો છે. જેમાં ભાવનગર કોર્પોરેશનમાં ૨૬ અને ગ્રામ્ય ૯ સાથે ૩૫ કેસ નોંધાતા આરોગ્ય તંત્રની શિતામાં વધારો થયો છે.ભરુચમાં ૧૮, રાજકોટ કોર્પોરેશનમાં ૧૪ અને ગ્રામ્યમાં ૭, વલસાડમાં ૧૩, મહેસાણામાં ૧૨, કચ્છમાં ૧૧, જુનાગઢ કોર્પોરેશનમાં ૯ અને જિલ્લામાં ૬, ખેડા અને ભાવનગરમાં ૯- ૯, પંચમહાલ, સાબરકાંઠા અને નવસારીમાં ૮-૮, અમરેલીમાં ૭, જુનાગઢમાં ૬, જામનગર કોર્પોરેશનમાં ૫ અને જિલ્લામાં ૨, સુરેન્દ્રનગર અને દાહોદમાં ૫-૫, મોરબી અને તાપીમાં ૪-૪ પાટણ અને છોટા ઉદેપુરમાં ૩-૩, અરવલ્લી, મહિસાગર, બોટાદ અને ગીર સોમનાથમાં ૨-૨ અને સાણંદમાં ૧ કેસ નોંધાયો છે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button