એક ગ્રાહકને વીજ કંપનીએ ૧૦ કરોડનું બીલ પધરાવી દીધું , વીજળી વિભાગ તરફથી ગ્રાહકને ૯ કરોડ ૯૫ લાખ ૩૯ હજાર અને ૭૯૨ રુપિયાનું બીલ મોકલવામાં આવ્યું
એક ગ્રાહકને વીજ કંપનીએ ૧૦ કરોડનું બીલ પધરાવી દીધું , વીજળી વિભાગ તરફથી ગ્રાહકને ૯ કરોડ ૯૫ લાખ ૩૯ હજાર અને ૭૯૨ રુપિયાનું બીલ મોકલવામાં આવ્યું
જમ્મુ-કાશ્મીરના મેંઢાર તાલુકામાં વીજળી વિભાગની એક મોટી બેદરકારી સામે આવી છે. વીજળી વિભાગે એક વીજગ્રાહકને લગભગ ૧૦ કરોડ રુપિયાનું બીલ મોકલી દીધું છે. આખા જમ્મુ-કાશ્મીરમાં આ તોતિંગ વીજ બીલને લઈને ચર્ચા થઈ રહી છે. જ્યારે આ વીજબીલને જોઈને ગ્રાહક હેરાન-પરેશાન થઈ રહ્યો છે. વીજળી વિભાગ તરફથી ગ્રાહકને ૯ કરોડ ૯૫ લાખ ૩૯ હજાર અને ૭૯૨ રુપિયાનું બીલ મોકલવામાં આવ્યું છે. આ બીલને લઈને વીજગ્રાહકની સાથે સાથે અન્ય લોકો પણ ટેન્શનમાં આવી ગયા છે. આટલું તોતિંગ બીલ તો આખા જિલ્લાના વીજ વપરાશકારોનું પણ બનતું નથી. આ અંગે વીજગ્રાહક મોહમ્મદ હનીફના પુત્ર ફિરોઝે બિલ દેખાડીને કહ્યું કે આ બિલ અમને વીજળી વિભાગના મેંઢર ડિવીઝન તરફથી મોકલવામાં આવ્યું છે. જ્યારે તેણે બીલની રકમ વાંચવાની કોશિશ કરી તો સૌ કોઈ હેરાન થઈ ગયા હતા. જ્યારે બીલ આસપાસના લોકોને દેખાડ્યું તો એ પણ હેરાન થઈ ગયા હતા. બીજી તરફ, એક સામાન્ય ગ્રાહને આટલું મોટું બિલ મોકલવા સંદર્ભે કોઈ અધિકારી નક્કર જવાબ આપી રહ્યા નથી. લોકોનું કહેવું છે કે વીજળી વિભાગ તરફથી પહેલાં પણ લોકોને તોતિંગ બીલ મોકલાયા છે. કરોડો રુપિયાના બીલ એક જ ગ્રાહકને મોકલીને આ વાત સ્પષ્ટ કરી દીધી છે કે વીજળી વિભાગ દ્વારા સામાન્ય ગ્રાહકોને કાયમની જેમ તેમના દ્વારા વપરાશ કરાયેલી વીજળી કરતાં વધુ વીજબીલ મોકલવામાં આવી રહ્યા છે. ટૂંકમાં, વીજળી વિભાગ દ્વારા વારંવાર બેદરાકરી રાખવામાં આવી રહી છે, જેના કારણે અનેક વીજગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA