આરોગ્યગુજરાતદેશ દુનિયા

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી વેન્ટિલેટર ઉપર , કોંગી નેતા ભરતસિંહ સોલંકીની સારવાર કરતી હોસ્પિટલે AIIMS ના વડા રણદિપ ગુલેરિયાની સલાહ પણ લીધી

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી વેન્ટિલેટર ઉપર , કોંગી નેતા ભરતસિંહ સોલંકીની સારવાર કરતી હોસ્પિટલે AIIMS ના વડા રણદિપ ગુલેરિયાની સલાહ પણ લીધી

પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીની કોરોનાની સારવાર કરતી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના ડોકટરોએ એઈમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના )ના ડિરેક્ટર ડા. રણદીપ ગુલેરિયાની સલાહ લીધી છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ તરીકે બે વાર સેવા આપી ચૂકેલા સોલંકીની સારવાર માટે અન્ય ટોચના ડોકટરોની સલાહ પણ લેવામાં આવી છે. ૬૭ વર્ષીય ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો ન થતાં ગત સપ્તાહે વડોદરાની હોસ્પિટલથી અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, ૨૩મી જૂને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ‘ખાનગી હોસ્પિટલના ડાકટરોએ એઇમ્સના વડા ડા. ગુલેરિયા અને મુંબઈની લીલાવતી હોસ્પિટલના ટોચના ડોક્ટરોની સલાહ લીધી છે. ‘ચાવડાએ જણાવ્યું હતું કે, સોલંકીની સ્થિતિમાં ઝડપથી સુધારો લાવવા માટે વિશેષ ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા છે. ચાવડાએ કહ્યું કે, ‘તેમની સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે, પરંતુ તેમને હજી પણ ઓક્સિજન સપોર્ટની જરૂર છે. ડાકટરો જલ્દીથી તેમની સ્થિતિમાં વધુ સુધારો થવાની અપેક્ષા છે.ર્ જણાવી દઈએ કે, ૧૯ જૂનના રાજ્યસભાની ચૂંટણી દરમિયાન સોલંકીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો, તેઓ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા હતા. તે દિવસે તેઓ મોટી સંખ્યામાં લોકોના સંપર્કમાં આવ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોરોના થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સોમવારે તેમને કોરોનાને મ્હાત આપી અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હોસ્પિટલમાંથી રજા લેતા પહેલા શંકરસિંહ વાઘેલાએ ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો અને તેમણે કહ્યું કે, ‘આઠ દિવસ દરમિયાન તમામ તબીબોએ મને સારી ટ્રીટમેન્ટ આપી. હું અહીંયા આવ્યો ત્યારે સ્થિતિ ખરાબ હતી અને હવે જઈ રહ્યો છું ત્યારે એકદમ સ્વસ્થ છું. મારા ડાક્ટરોએ સારી સારવાર કરી છે. જે લોકો અહીં દુઃખી થઈને આવે સાજા થઈને જાય એવી પ્રાર્થના કરીર્શ

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button