સાવલી તાલુકાના (રાણીયા) પોઇચા ગામે 38 વર્ષીય ઇસમનો હત્યા કરેલ હાલત માં મૃતદેહ ગામના પાદરે આવેલી લેકટોસ કંપની ની બાજુમાં આવેલા બાંકડા પરથી મળી આવ્યો!
સાવલી તાલુકાના (રાણીયા) પોઇચા ગામે ગત રાત્રીના સમયે ઘરેથી જમ્યા બાદ નીકળેલા 38 વર્ષીય ઇસમની સવારમાં ગામના પાદરે આવેલી લેક્ટ્રોસ કંપની ની બાજુમાં આવેલા બાંકડા પર બોથડ પદાર્થ થી માથામાં ઘા કરી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જ્યારે મરનારના સગાસંબંધીઓએ વિવિધ આક્ષેપ કરી હત્યા બાબતે વિવિધ વિવિધ મંતવ્યો આપતા જોવા મળી રહ્યા છે,
સાવલી તાલુકાના પોઇચા રાણીયા ગામે રહેતા કિરીટભાઈ મોરારભાઈ ડાભી ઉંમર વર્ષ ૩8 ગતરોજ સાંજના સમયે જમી પરવારીને ગામમાં નીકળ્યા હતા ત્યારબાદ તેઓ પોતાના ઘરે પરત ના ફર્યા હતા મરનાર કિરીટભાઈ અપરણીત હોવાથી મોડી રાત સુધી ઘરે પરત ફર્યા ના હતા પરંતુ પરિવારજનોને મૃતક ઘરે નથી આવ્યા તેની ખાસ જાણકારી ન હતી પરંતુ આજરોજ સવારે ગામના પાદરે આવેલી કંપની ની બાજુમાં આવેલ ચા નાસ્તાની લારી પાસે આવેલા બાંકડા પર મૃત હાલતમાં મળી આવતા ગ્રામજનોએ પરિવારમાં જાણ કરી હતી પરિવારજનોએ તાત્કાલિક ભાદરવા પોલીસ મથકને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પ્રથમ નજરે મરનાર યુવકની હત્યા થઇ હોય તેવા ચિન્હો દેખાતા હતા મૃતકના માથા પર કોઈ અજાણ્યા બોથડ પદાર્થ વડે ઇજાઓ કરી હોય તેવું નજરે દેખાતું હતું પોલીસે પણ મરનાર યુવકની લાશ નો કબજો લઇ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને મોતનું ચોક્કસ કારણ જાણવા તેમજ હત્યારાઓને શોધવા તજવીજ હાથ ધરી છે બનાવના પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વિવિધ પ્રકારની ચર્ચા ઓ કરતા જોવા મળતા હતા હાલ મૃતકની હત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી ભાદરવા પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે તેમજ પીએમ કરાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે
જ્યારે મરનારના ભાઈ ને પૂછતાં જણાવ્યું હતું કે કે પોતે ગામમાં ચાલતી વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓ પ્રત્યે જાગૃત થઇને ફરિયાદો કરે છે અને બે-ત્રણ કેસ એટ્રોસિટીના પણ કરેલા છે અને મારા ભાઈ ગત સાંજે ઘરેથી નીકળી ને અહીંયા બેઠો છે ત્યારે મને ડરાવવા માટે લોકોએ હત્યા કરી છે તેવા આક્ષેપો કરીને પોતાના વિરોધીઓએ હત્યા કરી છે તેઓ આક્ષેપ કર્યો હતો આમ પ્રથમ નજરે અંગત અદાવતમાં હત્યા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે ચોક્કસ મોતનું કારણ પીએમ તેમજ પોલીસ તપાસ બાદ જ જાણવા મળે તેમ છે પરંતુ સાવલીના આ ગામે થયેલી હત્યાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે અને લોકોની ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે બીજી બાજુ પોલીસ વિભાગે પણ હત્યારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.. (Source:Anil Bhatia Savali)
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/