વર્તમાન પરિસ્થિતિમાં ફેબ્રુઆરી ૨૦૨૧થી ભારતમાં કોરોના વાયરસના ૨.૮૭ લાખ કેસ પ્રતિ દિવસ નોંધાઈ શકે છે? વિશ્વની સૌથી પ્રખ્યાત મેસેચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(એમઆઈટી)ના સંશોધકોના કહેવા અનુસાર
વર્તમાન પરિસ્થિતિમાં ફેબ્રુઆરી ૨૦૨૧થી ભારતમાં કોરોના વાયરસના ૨.૮૭ લાખ કેસ પ્રતિ દિવસ નોંધાઈ શકે છે? વિશ્વની સૌથી પ્રખ્યાત મેસેચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(એમઆઈટી)ના સંશોધકોના કહેવા અનુસાર
કોરોના વાયરસની રસી જો આગામી વર્ષની શરુઆત સુધી હાથ નહીં લાગે તો ભારતની હાલત ખૂબ ખરાબ થઈ શકે છે. વિશ્વની સૌથી પ્રખ્યાત મેસેચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(એમઆઈટી)ના સંશોધકોના કહેવા અનુસાર, વર્તમાન પરિસ્થિતિમાં ફેબ્રુઆરી ૨૦૨૧થી ભારતમાં કોરોના વાયરસના ૨.૮૭ લાખ કેસ પ્રતિ દિવસ નોંધાઈ શકે છે. આ સ્ટડી એ ૮૪ દેશોની ટેસ્ટિંગ અને કેસ ડેટા પર આધારીત છે, જે વિશ્વની કુલ વસ્તીનો ૬૦ ટકા હિસ્સો છે. એમઆઈટીના સંશોધક હાજહિર રહમનદાદ, ટીવાઈ લિમ અને જોન સ્ટરમેન એ નિષ્કર્ષ પર પહોંચવા માટે સ્ટાન્ડર્ડ મેથેમેટિકલ મોડલ(એસઇઆઈઆર)નો ઉપયોગ કયોર્ છે. ચેપી રોગ અને રોગના મૂળ શોધવા માટે એપિડેમિયોલોજિસ્ટ આ મોડલનો ઉપયોગ કરે છે. સંશોધકોએ એ પણ દાવો કયોર્ છે કે સારવાર નહીં મળવાના કારણે દુનિયાભરમાં કુલ કેસોની સંખ્યા ૨૦૨૧માં માર્ચથી મે મહિના દરમિયાન ૨૦ થી ૬૦ કરોડની વચ્ચે હોઈ શકે છે. આગામી વર્ષની શરુઆત સુધી કોરોના બીમારીના કારણે ભારતની દશા ખૂબ બગડી શકે છે. ભારત પછી, ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી અમેરિકામાં પ્રતિ દિવસ ૯૫૦૦૦ કેસ, દક્ષિણ આફ્રિકામાં પ્રતિ દિવસ ૨૧૦૦૦ કેસ અને ઈરાનમાં ૧૭૦૦૦ કેસ નોધાઈ શકે છે. આ સંશોધકોએ ત્રણ ખૂબ ખાસ પરિદ્રશ્યો(સિનારિયો)ને ધ્યાનમાં રાખ્યો છે. પ્રથમ, વર્તમાન ટેસ્ટિંગ રેટ અને તેનો પ્રભાવ શું છે. દ્વિતીય જો ૧ જુલાઈ ૨૦૨૦ પછી ટેસ્ટિંગ રેટમાં ૦.૦૧ ટકાનો વધારો થાય છે. ત્રીજો જો ટેસ્ટિંગ રેટ વર્તમાન સ્તર પર રહે છે, પરંતુ સંપર્ક દર જોખમ આઠ પર હોય છે એટલે કે એક ચેપગ્રસ્ત વ્યક્તિ ઓછામાં ઓછા ૮ લોકોને ચેપગ્રસ્ત કરે છે. આ સ્ટડી મોડલ કોવિડ-૧૯ના શરુઆતી અને આક્રમક પરીક્ષણનું મહત્વ દશાર્વે છે, કારણ કે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેનો અર્થ એ છે કે ટેસ્ટિંગમાં કમી કે વિલંબ વસ્તી માટે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. પ્રથમ પરિદ્રશ્ય(સિનારિયો)માં મોડલે ૮૪ દેશોમાં દોઢ અબજથી વધુ કેસો વધવાની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે દ્વિતીય સિનારિયોમાં જો કેસો ૦.૧ ટકા પ્રતિ દિવસના હિસાબે વધે તો ૧ અબજ ૩૭ કરોડ હશે. આ સ્ટડી કહે છે કે જો બંને પરિસ્થિતિઓમાં સપ્ટેમ્બર-નવેમ્બર ૨૦૨૦ સુધી નવા કેસ ખૂબ વધારે હશે. કેટલાક દેશો, ખાસ કરીને ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અમેરિકામાં જ પુરતી સારવારના અભાવે લાખો કેસ હશે. તેનાથી વિપરીત, બચાવ માટેના ઉપાયોગમાં નીતિગત પરિવર્તનથી મોટું અંતર આવશે. જો ટેસ્ટિંગ રેટ વર્તમાન ગતિના હિસાબે ચાલે છે અને કોન્ટેક્ટ રેટ ૮ સુધી સીમિત રહે તો ઝડપથી વધી રહેલા કેસોની સંખ્યામાં ઘટાડો આવી શકે છે. ત્રીજો સિનારિયો એમ દશાર્વે છે કે કોરોના વાયરસ પોઝિટિવ લોકોની સંખ્યા વૈશ્વિક સ્તર પર ૬૦ કરોડ સુધી પહોંચે છે. સ્ટડી એમ પણ કહે છે કે ભવિષ્યના પરિણામ ટેસ્ટિંગ પર કામ અને બીમારીના પ્રસારને ઓછો કરવા માટે સમુદાયો અને સરકારોની ઈચ્છા પર વધુ નિર્ભર છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/