કોરોના હવા મારફતે ફેલાતો હોવાની WHO ની પુષ્ટિ , કોરોના હવાથી ફેલાઈ શકે છે : વૈજ્ઞાનિકોનો દાવો
કોરોના હવા મારફતે ફેલાતો હોવાની WHO ની પુષ્ટિ , કોરોના હવાથી ફેલાઈ શકે છે : વૈજ્ઞાનિકોનો દાવો
વિશ્વ આરોગ્ય સંસ્થાએ માન્યું છે કે, આ શક્યતાને નકારી શકાય નહીં કે કોરોના વાયરસ હવાથી ફેલાય છે. સંગઠને મંગળવારે જણાવ્યું કે, આ દિશામાં પ્રાપ્ત થયેલા પુરાવાઓને ધ્યાનમાં લીધા છે જેના આધાર પર દાવા કરવામાં આવી રહ્યા છે કે કોરોના વાયરસ હવાથી ફેલાય છે. જિનેવામાં એક બ્રીફિંગ દરમિયાન ડબ્લ્યુએચઓ નિષ્ણાંત બેનેડેટ્ટા અલેગ્રાંજીએ જણાવ્યું છે કે, સંસ્થાએ વાયરસના ટ્રાન્સમિશનની રીતોને લઈને પુરાવાને ધ્યાનમાં લીધા છે. આ શક્યતાને નકારી શકાય નહીં કે જાહેર જગ્યા પર ખાસ કરીને ભીડમાં બંધ જગ્યાઓમાં, ખરાબ વેન્ટિલેશનની સ્થિતિમાં, હવાથી વાયરસ ફેલાઈ શકે છે. જો કે આને લઈને વધારે પુરાવા જોઈએ અને તેની સ્ટડીની જરૂર હશે અને અમે વાતનું સમર્થન કરીએ છીએ. ઓસ્ટ્રેલિયાની ક્વીંસલેન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટીના પ્રોફેસર લિડિયા મોરોવસ્કોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ હવા મારફતે પણ ફેલાઈ શકે છે. તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થાને પત્ર લખીને જોખમ પ્રત્યે લોકોને આગાહ કરવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કર્યો હતો.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/