આરોગ્યગુજરાતજીવનશૈલી

રાજ્ય પોલીસ બેડામાં આગામી સપ્તાહમાં મોટા ફેરફારની વકી , અમદાવાાદ, વડોદરા અને સુરતને નવા પોલીસ વડા મળશે ?

રાજ્ય પોલીસ બેડામાં આગામી સપ્તાહમાં મોટા ફેરફારની વકી , અમદાવાાદ, વડોદરા અને સુરતને નવા પોલીસ વડા મળશે ?


ગુજરાતમાં આગામી સપ્તાહે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલ આઈપીએસ અધિકારીઓની ટ્રાન્સફરની શક્યતા છે. પોલીસ તંત્રમાં નવા ચીફ તેમ જ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરમાં નવા પોલીસ કમિશ્નર મળવાની સંભાવના છે.જો કે પોલીસ તંત્રમાં મહત્વના ફેરફાર કરતા પહેલાં સરકારે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (ડીપીસી) સાથે મીટિંગ કરી હતી અને ૧૯૮૬ અને ૧૯૮૭ બૅચના આઈપીએસ અધિકારીઓને એડિશનલ ડીજી કક્ષાથી ડીજીકક્ષાએ પ્રમોશન આપવાનું મનાય છે. ડીજી કક્ષાની કેટલીક જગ્યાઓ પહેલેથી જ ખાલી છે. શિવાનંદ ઝાના એકસ્ટેન્ડ કરાયેલા કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે ડીજી એ.કે સુરોલિયા અને એટીએસ ચીફ પણ ચાલુ વર્ષના મે મહિનામાં નિવૃત્ત થયા છે.સૂત્રો અનુસાર ટ્રાન્સફર ઓર્ડર એસપી રૅન્ક અધિકારીઓને ડીઆઈજી અને એડિશનલ ડીજીકક્ષાથી ડીજી ના પ્રમોશનની સાથે જ ઈશ્યૂ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. ડીજી કક્ષાએ પ્રમોટ કરવાની વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં ૧૯૮૬ બૅચના કેશવ કુમાર, વિનોદ મલ છે અને સંજય શ્રીવાસ્તવ જે ૧૯૮૭ બૅચના ગુજરાત કૅડરના આઈપીએસ અધિકારી છે જે હાલમાં સાઆઈડી (ક્રાઈમ)માં ઍડિશનલ ડીઆઈજી તરીકે ફરજ બજાવે છે. ૧૯૮૭ બૅચના કે કે ઓઝાને પણ ડીજી કક્ષાએ પ્રમોટ કરાશે તેવી માહિતી મળી રહી છે. અન્ય એક ૧૯૮૬ બૅચના આઈપીએસ અધિકારી અને હાલમાં કેન્દ્રમાં પોસ્ટિંગ છે તેવા સતીષ વમાર્ને પ્રમોશન મળવાની સંભાવના દેખાઈ નથી રહી. જેનું મુખ્ય કારણ એક જૂના કેસમાં તેમના પર ચાર્જશીટ છે અને તેમની સામે બહુચર્ચિત ફેક ઈશરત જહાં ઍન્કાઉન્ટર અને અન્ય કેસમાં તપાસ પણ થઈ હોવાથી તેઓ સરકારની ગુડ બુકમાં પણ નથી. જો અંદરના ટોચના સૂત્રોનું માનીએ તો સંજય શ્રીવાસ્તવને ડીજીકક્ષાએ પ્રમોટ કરાય છે તો અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે તેમનું નામ સૌથી મોખરે હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ડીજી કક્ષાના અધિકારીને મોટા શહેરના પોલીસ કમિશનર તરીકે મૂકતા હોય છે. આવામાં સૂત્રો માની રહ્યાં છે કે શ્રીવાસ્તવ સર્વસમંતિથી આગામી પોલીસ વડા બની શકે છે. અમદાવાદ જિલ્લાના પોલીસ વડા રાજેન્દ્ર અસારી, ડીસીપી ઝોન ૧ પી.એમ મલ અને એસપી કક્ષાના અન્ય અધિકારીઓને ડીઆઈજી કક્ષાએ પ્રમોશન અપાશે તેવી માહિતી મળી રહી છે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button