આરોગ્યગુજરાતદેશ દુનિયા

ભારતમાં કોરોનાથી ૧૩૦૨ ડોક્ટરો ચેપગ્રસ્ત, ૯૯નાં મોત મૃતકોમાં કુલ ૭૩ ડોક્ટરોની વય ૫૦ વર્ષથી વધારે હતી ડોક્ટરોએ સાવધાનીપૂર્વક કામ કરવું જોઈએઃઆઈએમએ

ભારતમાં કોરોનાથી ૧૩૦૨ ડોક્ટરો ચેપગ્રસ્ત, ૯૯નાં મોત મૃતકોમાં કુલ ૭૩ ડોક્ટરોની વય ૫૦ વર્ષથી વધારે હતી ડોક્ટરોએ સાવધાનીપૂર્વક કામ કરવું જોઈએઃઆઈએમએ

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન(આઈએમએ)એ બુધવારે કહ્યું કે કોવિડ-૧૯થી દેશભરમાં ૯૯ ડોક્ટરોના મોત થયા છે. આઈએમએના રાષ્ટ્રીય કોવિડ રજિસ્ટ્રીના ડેટાના અનુસાર કોવિડ-૧૯થી કુલ ૧૩૦૨ ડોક્ટરો ચેપગ્રસ્ત થયા છે, એમાં ૯૯ ડોક્ટરોના મોત થયા છે. મૃતકોમાં ૭૩ ડોક્ટરોની વય ૫૦ વર્ષથી વધુ હતી, ૧૯ની ઉંમર ૩૫-૪૦ વર્ષની વચ્ચે હતી અને સાત ડોક્ટરો ૩૫ વર્ષથી ઓછી વયના હતા.આઈએમએના નિવેદન અનુસાર, આઈએમએ એ ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓથી સાવધાની રાખવા રેડ એલર્ટ જાહેર કર્યું છે. આઈએમએ એ નેતૃત્વની ભૂમિકા નિભાવી રહેલા ડોક્ટરોને તમામ સર્વોત્તમ વૈજ્ઞાનિક રીત અપનાવવા વિનંતી કરી છે. ઈન્ડિયન મેડિકલ એસોશિયેશને કહ્યું છે કે, આંકડાના વિશ્લેષણથી ખબર પડે છે કે કોવિડ-૧૯થી વરિષ્ઠ અને યુવા ડોક્ટરો સમાન રુપે સંક્રમિત થઈ રહ્યા છે. વરિષ્ઠોનો મૃત્યુદર વધારે છે. તેનાથી સબક લેવાની જરુરત છે. હોસ્પિટલની અંદર વધુ શિસ્તનું પાલન કરવું જોઈએ. આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રાજન શર્માએ કહ્યું કે મહામારીને પહોંચી વળવા માટે દેશમાં આરોગ્યકર્મીઓ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. પરંતુ કોવિડ-૧૯થી ડોક્ટરોના મોત થવા એ ખૂબ ચિંતાજનક વાત છે. તેમણે ઉમેર્યું કે આઈએમએ સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક રીત અપનાવવાની પુરજોશથી તરફેણ કરે છે. ડોક્ટરોએ પરિસ્થિતિ પર નજર રાખવી અને ખુદને, પોતાના પરિવારને, સહયોગીઓને અને કર્મચારીઓને ધ્યાન રાખવાની જરુરત છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કુલ ૧૪૦૧ ડોક્ટરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૩૦૨ ડોક્ટરોને ચેપ લાગ્યો. આ પૈકી ૫૮૬ પ્રેક્ટિસિંગ ડોક્ટર, ૫૬૬ રેસિડેન્ટ ડોક્ટર અને ૧૫૦ હાઉસ સર્જન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ મહામારીના દેશમાં સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં છે અને મુંબઈ શહેરમાં વ્યાપક અસર જોવા મળી છે, ત્યારબાદ દિલ્હી શહેરમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, આ બંને શહેરોમાં કેટલીક સરકારી અને મ્યુનિસપલ હોસ્પિટલોમાં કોરોના વાયરસે ડોક્ટરોનો ભોગ લીધો છે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button