બિહારમાં ૨૬૪ કરોડનો પુલ ૨૯ દિવસમાં જ તૂટી પડ્યો , ૧૬ જૂનના રોજ મુખ્યમંત્રી નીતીશ કુમારે પટનાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુલનું ઉદ્ધાટન કર્યું હતું જે ભાંગી ગયો
બિહારમાં ૨૬૪ કરોડનો પુલ ૨૯ દિવસમાં જ તૂટી પડ્યો , ૧૬ જૂનના રોજ મુખ્યમંત્રી નીતીશ કુમારે પટનાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુલનું ઉદ્ધાટન કર્યું હતું જે ભાંગી ગયો
સુશાસનનો દાવો કરનારા નીતીશ કુમાર સરકારના દાવાઓની પોલ ખોલતી એક ઘટનામાં ગોપાગંજમાં પુલનો એક ભાગ જમીનદોસ્ત થઈ ગયો છે. એક મહિના અગાઉ જ સત્તર ઘાચ મહાસેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ૨૬૪ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ પુલ હવે પાણીમાં વહી ગયો છે. ૧૬ જૂનના રોજ મુખ્યમંત્રી નીતીશ કુમારે પટનાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુલનું ઉદ્ધાટન કર્યું હતું. પાણીના દબાણના કારણે પુલ તૂટી ગયો છે. જેના કારણે લોકોના અવર-જવર માટેનો રસ્તો બંધ થઈ ગયો છે. લાલછાપર, મુઝફ્ફરપુર, મોતિહારી, બેતિયા જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે. મજાની વાત એ છે કે જે તૂટેલા પુલનો વિડીયો વાઈરલ થયો છે તેના અંગે નીતિશે એવો દાવો કર્યો છે કે આ પુલ તૂટ્યો જ નથી અને તે એક અફવા છે. આ ઘટના પર આરજેડી નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને કહ્યું કે આઠ વર્ષમાં ૨૬૩.૪૭ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ગોપાલગંજના સત્તર ઘાટ પુલનું ૧૬ જૂનના રોજ નીતીશ કુમાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ૨૯ દિવસમાં જ આ પુલ જમીનદોસ્ત થઈ ગયો છે. ખબરદાર! જો કોઈએ આને નીતીશ જીનો ભ્રષ્ટાચાર ગણાવ્યો છે તો. ૨૬૩ કરોડની તો તેમના ઉંદરો દારૂ પી જાય છે. આ પુલ ગોપાલગંજના ચંપારણથી અને આ સાથે જ તિરહુતના કેટલાક જિલ્લાઓને જોડતો હતો. નોંધનીય છે કે બુધવારના રોજ ત્રણ લાખથી વધારે ક્યૂસેક પાણીનું દબાણ હતું. ગંડકના આટલા મોટો જળસ્તરના દબાણના કારણે આ મહાસેતુનો એપ્રોચ રોડ તૂટી ગયો. બૈકુંઠપુરના ફૈજુલ્લાહપુરમાં આ પુલ તૂટ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મિથિલેશ તિવારીએ આ અંગેની જાણકારી બિહારના રોડ નિર્માણ વિભાગના મંત્રી નંદકિશોર યાદવને આપી છે. આ પુલનું નિર્માણ બિહાર પુલ નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૨માં આ પુલના નિર્માણનું કામ શરૂ થયું હતું. ૧૬ જૂન, ૨૦૨૦ના રોજ જ આ મહાસેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દરમિયાન વિપક્ષ આરજેડીએ સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે, સંયુકત રીતે ભ્રષ્ટાચાર આચરનાર ટોળકીના પિતામહ એવા નિતિશ કુમાર આ મામલે એક શબ્દ નહી બોલે અને નહીં જવાબદાર મંત્રીને બરખાસ્ત કરે.બિહારમાં ચારે તરફ લૂંટ ચાલી રહી છે. આ મામલે બિહાર સરકારના સડક નિર્માણ મંત્રીએ કહ્યું હતું કે, કુદરતી આફતમાં રસ્તાઓ અને પુલ તુટી જવાની ઘટનાઓ બનતી રહે છે. આખા પુલને નુકસાન થયું નથી પણ પાણીના વહણના કારણે એક હિસ્સો વહી ગયો છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/