હવે માત્ર ભગવાન જ બચાવી શકશે : કર્ણાટકના હેલ્થ મંત્રી , કર્ણાટક રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૫૦૦૦૦ સુધી પહોંચી ચુકી છે અને ૯૦૦ લોકોનાં મોત થયા
હવે માત્ર ભગવાન જ બચાવી શકશે : કર્ણાટકના હેલ્થ મંત્રી , કર્ણાટક રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૫૦૦૦૦ સુધી પહોંચી ચુકી છે અને ૯૦૦ લોકોનાં મોત થયા
ભારતમાં કોરોનાના વધતા જતા સંક્રમણ સામે લડવામાં મોટાભાગના રાજ્યોની સરકારો હાંફી રહી છે. આ દરમિયાન કર્ણાટક રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બી શ્રીરામુલુએ તો ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું છે કે, હવે માત્ર ભગવાન જ આપણને બચાવી શકશે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓના મુદ્દે થઈ રહેલી ટીકા અંગે તેમણે કહ્યું હતું કે, વાયરસને ફેલાતો રોકવાનુ કોઈના હાથની વાત નથી. કર્ણાટકમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૫૦૦૦૦ સુધી પહોંચી ચુકી છે અને ૯૦૦ લોકોના મોત થયા છે. આ સંજોગોમાં આરોગ્ય મત્રી બી શ્રીરામુલુએ કહ્યુ હતુ કે, હવે ભગવાન જ આપણને બચાવી શકશે.આપણે જાતે જ આપણુ ધ્યાન રાખવુ પડશે.કોરોનાન કેસ દુનિયાભરમાં વધી રહ્યા છે.વાયરસ ગરીબ અને ધનિક વચ્ચે કોઈ ભેદભાવ કરતો નથી, નથી તે ધર્મ કે જાતી જોતો,કોરોના કેસમાં ૧૦૦ ટકા વધારો થવાનુ નક્કી જ છે. આ નિવેદન પર વિવાદ શરુ થયા બાદ બી શ્રીરામુલુએ કહ્યુ હતુ કે, મંત્રીઓ અને સરકારની ટીકા કરવી યોગ્ય નથી. આવા સમયમાં આપણને કાં તો ભગવાન અથવા તો લોકોની પોતાની તકેદારી જ બચાવી શકે છે. તેમણે કોંગ્રેસ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવીને કહ્યું હતું કે, આ બહુ મુશ્કેલ સમય છે અને મારી કોંગ્રેસના નેતાઓને વિનંતી છે કે, આ મુદ્દા પર બેકાર વાતો કરીને લોકોની પરેશાની વધારો નહીં.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/