હેકરો એ દુનિયાના દિગ્ગજ નેતાઓ, સેલિબ્રિટી, પ્રખ્યાત બિઝનેસમેન અને કંપનીઓના ટ્વીટર એકાઉન્ટ હેક કરી લીધાં છે. ઓબામા, ગેટ્સ, બફેટ અને ઉબેરનાં ટ્વીટર હેન્ડલ હેક
હેકરો એ દુનિયાના દિગ્ગજ નેતાઓ, સેલિબ્રિટી, પ્રખ્યાત બિઝનેસમેન અને કંપનીઓના ટ્વીટર એકાઉન્ટ હેક કરી લીધાં છે. ઓબામા, ગેટ્સ, બફેટ અને ઉબેરનાં ટ્વીટર હેન્ડલ હેક
હેકરો એ દુનિયાના દિગ્ગજ નેતાઓ, સેલિબ્રિટી, પ્રખ્યાત બિઝનેસમેન અને કંપનીઓના ટ્વીટર એકાઉન્ટ હેક કરી લીધાં છે. જેમના ટ્વીટર એકાઉન્ટ હેક થયાં છે તેમાં માઇક્રોસોટના સહ સંસ્થાપક બિલ ગેટસ, ટેસ્લાના સીઇઓ એલન મસ્ક, અમેરિકન રૈપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ર્ટ્રપતિ જો બિડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહ, વોરેન બફેટ, એપલ, ઉબેર સહિત અન્ય છે. હેક કરનારાઓએ મેસેજમાં એક લિંક મૂકી જેના પર બિટ કોઇનની આપલે કરી શકાય છે.ક્રિપ્ટોકરન્સી સ્કેમના ઉદ્દેશથી આમ કરાયું છે. આ મેસેજ થોડીકવાર બાદ ડિલીટ પણ કરી દેવાયા હતા. મેસેજમાં લખાયું છે કે તમારે અમને ૫૦૦૦ બિટ કોઇન આપવાના છે.એપલાના એકાઉન્ટથી લખાયું છે કે અમે અમારા લોકોને કંઇક આપવા માંગીએ છીએ. આશા છે કે તમે પણ સપોર્ટ કરશો. તમે જેટલા પણ બિટકોઇન મોકલશો તેને ડબલ કરીને પાછા આપીશું. આ માત્ર ૩૦ મિનિટ માટે છે. એલન મસ્કની પ્રોફાઇલ પર લખ્યું છે કે કોવિડ૧૯ના લીધે લોકોને બિટ કોઇન ડબલ કરીને આપી રહ્યો છું. આ બધું સુરક્ષિત છે. અમેરિકાના રાજકારણ સાથે જોડાયેલાકેટલાંય મોટા નામોના ટ્વીટર હેન્ડલને હેક કરીને પણ આ પ્રકારની પોસ્ટ કરાઇ હતી. તેમાં બરાક ઓબામા અને જો બિડેનનું પણ નામ સામેલ છે. આ સમગ્ર ઘટના બાદ ટ્વીટરે કહ્યું કે અમને ટ્વીટર એકાઉન્ટ હાઈજેક થવાની જાણકારી છે. હાલ અમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/