આરોગ્યગુજરાતરાજકારણ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી પ્રતિક ઉપવાસ. હું શિક્ષકની સાથે સૂત્રના નેજા હેઠળ કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણવિદ દોશી શિક્ષણનાં કથળતા સ્તરથી ચિંતિત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી પ્રતિક ઉપવાસ. હું શિક્ષકની સાથે સૂત્રના નેજા હેઠળ કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણવિદ દોશી શિક્ષણનાં કથળતા સ્તરથી ચિંતિત

“હું શિક્ષકની સાથે” સૂત્રના નેજા હેઠળ કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણવિદ ડાૅ. મનીષ દોશી શિક્ષણનાં કથળતા સ્તરથી ચિંતિત અને શિક્ષકોની ૪૨૦૦ વ્યાજબી ગ્રેડ પેની માંગનાં સમર્થનમાં આજે પોતાના નિવાસસ્થાને જ પ્રતીક ઉપવાસ કરશે. આ અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું છે કે, “ગુજરાતનાં કથળતા જતાં શિક્ષણનાં સ્તરથી ચિંતિત અને શિક્ષકોની ૪૨૦૦ પે ગ્રેડની વ્યાજબી માંગને સમર્થન આપવા વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાને રાખીને અમદાવાદ સ્થિત મારા નિવાસસ્થાન ખાતે ૧૬-જુલાઈ ગુરૂવારે સવારે સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક સુધી પ્રતીક ઉપવાસ કરીશ.” તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે, “કોરોના વૈશ્વિક મહામારીનાં સમયમાં કાયદાનું પાલન કરી આપ જે સ્થળે છો, તે સ્થળેથી ગુજરાતની કથળતી શિક્ષણ વ્યવસ્થા સુધારવા આપ સૌ ગુજરાતનાં હિત માટે જાેડાશો.” આ સાથે જ તેમણે કોરોનાનાં કપરા સમયને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય અને દરેક નાગરિકનું સ્વાસ્થ્ય સચવાય તે માટે નાગરિક ધર્મનું પાલન કરવા વિનંતી કરી છે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button