ઓછા કામદાર હશે તો કંપની કાપ મૂકી શકશે , રાજ્ય સરકાર દ્વારા કંપનીઓને રાહત
(પ્રતીકાત્મક તસ્વીર)
લોકડાઉનના કારણે આર્થતંત્રને થયેલા નુકસાનની ભરપાઈ માટે વિવિધ ઈન્ડસ્ટ્રીને કાયદામાં પણ રાહત આપવામાં આવી રહી છે. ગુજરાત સરકારે આ દિશામાં વધુ એક પગલું ભરતા લેબર લોમાં ફેરફાર કર્યા છે અને ૩૦૦ કે તેનાથી ઓછા કામદાર ધરાવતા ઈન્ડસ્ટ્રીયલ યુનિટને બંધ કરવા, કામદારોને છૂટા કરવા જેવી સ્થિતિમાં રાજ્ય સરકારની મંજૂરી લેવામાંથી છૂટછાટ આપવામાં આવી છે. આ પહેલા ફક્ત ૧૦૦ કાર્મચારીઓ ધરાવતા ઈન્ડસ્ટ્રીયલ યુનિટને જ આ છૂટ આપવામાં આવી હતી. ગુજરાત સરકારે ઈન્ડસ્ટ્રી ડિસ્પ્યુટ એક્ટ ૧૯૪૭માં સુધારો કરવા માટે અધ્યાદેશ લાવ્યો છે. જેને રાજ્યપાલ દ્વારા મંજૂરી મળી ગઈ છે. રાજ્યના લેબર અને એમ્પ્લોયમેન્ટ વિભાગ દ્વારા પણ આ અંગે તૈયારીઓ કરવામાં આવી છે. આ અધ્યાદેશમાં કહેવામાં આવ્યું છે કે આ સુધારો લાવવા પાછળનો હેતું માલિકોને પોતાના યુનિટમાં વધુને વધુ સંખ્યામાં કામદારોને રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.આ ઉપરાંત રાજ્ય સરકારે કાયદામાં આ સુધારો કરવાની સાથે સાથે કર્મચારીઓને છૂટા કરતા પહેલા ૩ મહિનાનો નોટિસ પીરિયડ આપવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. જેથી કંપનીઓ કાયદાની આડમાં કર્મચારીઓને નોટિસ વગર છૂટા કરી શકશે નહીં. જેથી છૂટા થવાની સ્થિતિમાં પણ કર્મચારીને ૩ મહિનાનો પગાર મળશે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/