કોરોના સામેની લડતમાં સંસ્થાકીય લોક સહયોગ: વડોદરા માં ગોત્રી જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ ને મળ્યું 7 વેન્ટિલેટર નું જીવન રક્ષક દાન.
કોરોના સામેની વર્તમાન લડાઇ સામાજિક એકતાનો ઇતિહાસ રચી રહી છે.અનેક સંસ્થાઓ વિવિધ પ્રકારના તબીબી સાધનો,ઉપકરણો અને દવાઓ જેવી કોરોના ને ટક્કર આપવાની સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી ને આરોગ્ય તંત્રને મદદરૂપ બની રહી છે.તેની એક કડીરૂપે છેલ્લા બે સપ્તાહ દરમિયાન ગોત્રી જી.એમ. ઈ.આર.એસ.હોસ્પિટલ ને ઉદાર અને અભૂતપૂર્વ લોક સહયોગ મળ્યો છે. તાજેતરમાં જ આ હોસ્પિટલ ને 7 જીવન રક્ષક વેન્ટિલેટર દાન માં મળ્યાં છે.તે પૈકી 5 વેન્ટિલેટર યુનાઈટેડ વે ઓફ વડોદરા દ્વારા આપવામાં આવ્યાં છે,જ્યારે 1 વેન્ટિલેટર રોટરી કલબ ઓફ બરોડા (મેઈન) અને બીજું પેલેસ ટ્રસ્ટ તરફ થી મળ્યું છે.યાદ રહે કે કોરોના થી વધુ પ્રભાવિત દર્દીઓની જીવન રક્ષા માટે વેન્ટિલેટર સપોર્ટ ખૂબ ઉપયોગી બને છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે દાતા સંસ્થાઓની ભાવનાને બિરદાવી ને ધન્યવાદ આપ્યાં છે. તેમણે જણાવ્યું કે સંસ્થાકીય લોક સહયોગ થી મળેલા આ સાધનો કોરોના સામે ની લડાઇમાં ખૂબ ઉપયોગી બની રહેશે.આ ઉપરાંત અન્ય સાધનો,ઉપકરણો અને પી.પી.ઇ. કિટની પણ સખાવત મળી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/