વડોદરા નાં રૂલર વિસ્તાર માંથી છેલ્લાં ૮ કલાક ની અંદર વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા ૨ મગર રેસ્ક્યુ કરવા માં આવીયા.
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નાં પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર છેલ્લા આઠ કલાક માં બે મગર નાં કોલ આયા હતા જેમાં ગઈ કાલે રાત્રે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ ઈટોલા ગામ માંથી મુકેશભાઈ ફોન આવ્યો હતો કે અમારાં ઘરના વાડામાં એક મગર આઇ ગયો છે . આકોલ મળતાની સાથે જ અમારી સંસ્થાના કાર્યકર અરુણ સૂર્યવંશી અને વડોદરા વન વિભાગ ના અધિકારી જીગ્નેશ પરમાર ત્યાં પહોંચ્યા હતા. અને ત્યાં જોતા એક ૫ ફુટ નો મગર જોવા મળ્યો હતો . આ મગર ને રેસ્ક્યુ કરી ને વડોદરા વન વિભાગ ને સોંપવામાં આવ્યો હતો. જ્યારે બીજો કોલ આજે સવારે છ વાગે કેલનપુર ગામ માંથી સરપંચ નો ફોન આવ્યો હતો એક મગર ખેતરમાં આવી ગયો છે આ કોલ મળતાની સાથે અમારી સંસ્થાના કાર્યકર યુવરાજ સિંહ રાજપુત અને વડોદરા વન વિભાગના અધિકારી શૈલેષભાઈ રાવલ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને જોતા એક સાત ફૂટનો મગર ખેતરમાં જોવા મળ્યો હતો જેને અડધો કલાકની જહેમત બાદ પકડીને વડોદરા વન વિભાગના સોંપવામાં આવ્યો હતો.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/