ઓક્સફોર્ડની વેકસીન સફળ, સુરક્ષિત પણ, આગલા ફેઝમાં , બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વાયરસ વેકસીનના માણસો પરના પ્રથમ ટ્રાયલનું પરિણામ આવ્યું , બ્રિટને ૯૦ મિલિયન ડોઝ બુક કર્યા
ઓક્સફોર્ડની વેકસીન સફળ, સુરક્ષિત પણ, આગલા ફેઝમાં , બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વાયરસ વેકસીનના માણસો પરના પ્રથમ ટ્રાયલનું પરિણામ આવ્યું , બ્રિટને ૯૦ મિલિયન ડોઝ બુક કર્યા
(પ્રતીકાત્મક તસ્વીર)
કોરોના વાયરસ સામે ઓક્સફોર્ડની વેકસીન સફળ પણ છે અને સુરક્ષિત પણ છે. હવે આગામી ફેઝમાં પહોંચેલી કોરોના વાયરસની વેકસીનની રેસમાં રહેલી ઓક્સફોર્ડ યુનિવર્સિટીના માણસો પર કરવામાં આવેલા ટ્રાયલના પરિણામો સોમવારે દ લેન્સેટ મેગેઝીનમાં છપાયા હતા. રિસર્ચ પેપરમાં જણાવાયું છે કે વાયરલ વેકટરથી બનેલી કોરોના વાયરસ વેકસીન ChAdOx1 nCoV-19 આપવા પર વાયરસ સામે પ્રતિરોધક ક્ષમતા જાેવા મળી. સાથે જ આને સુરક્ષિત પણ ગણાવાઈ છે. આ સાથે જ હવે આ આગામી તબક્કામાં ટ્રાયલ માટે ઓકે કરી દેવાઈ છે. એવું કહેવાય છે કે વેકસીનને બીજી વેકસીનથી પહેલા જ આગળ માનવામાં આવી રહી છે કેમ કે તે વાયરસ સામે બેવડી સુરક્ષા આપે છે.અત્રે ઉલ્લેખનિય છે કે આ વાયરસના ૯૦ મિલિયન ડોઝ અગાઉથી જ બ્રિટને બુક કરી લીધા છે. રિસર્ચ પેપરમાં જણાવાયું છે કે વેકસીનમાં જે વાયરલ ફેકટરનો ઉપયોગ કરાયો છે તેમાં સાર્સ કોવિડ-૨ના સ્પાઈક પ્રોટીન છે. બીજા ફેઝમાં ૧/૨ માં પાંચ જગ્યાએ ૧૮થી ૫૫ વર્ષની વયના લોકો પર વેકસીનનો ટ્રાયલ કરવામાં આવ્યો. કુલ ૫૬ દિવસ સુધી ચાલેલા ટ્રાયલમાં ૨૩ એપ્રિલથી ૨૧ મેની વચ્ચે જે લોકોને વેકસીન અપાઈ હતી. તેઓમાં માથાનો દુખાવો, તાવ, શરીરના દુખાવા જેવી ફરિયાદો પેરાસીટામોલથી સારી થઈ ગઈ હતી તથા વધુ ગંભીર સાઈડ ઈફેક્ટ પણ ન થઈ.પેપરમાં જણાવાયું છે કે ૧૪ દિવસ બાદ સ્પાઈક પ્રોટીનને ઓળખનારા ટીસેલ જાેવા મળ્યા. ૨૮ દિવસ પર આ પ્રોટીનથી લડવા માટે એન્ટીબોડી (આઈજીજી) પણ જાેવા મળ્યા કે જે બીજાે ડોઝ આપવા પર વધી ગયા. ૯૦ ટકા લોકોમાં વાયરસ પર એકશન કરનારી એન્ટીબોડી પ્રથમ ડોઝ બાદ જાેવા મળી. બીજાે ડોઝ આપવા પર તમામ વોલિયેન્ટર્સમાં ન્યુટ્રીલાઈઝ કરનારી એન્ટીબોડીની એક્ટીવીટી જાેવા મળી. આ બંને સાથે મળીને શરીરને સુરક્ષા આપે છે. હકીકતમાં અગાઉના સ્ટડીમાં એ વાત સામે આવી હતી કે એન્ટીબોડી કેટલાક મહિનામાં ખતમ થઈ શકે છે પરંતુ ટી સેલ્સ વર્ષો સુધી શરીરમાં રહે છે. આ સાથે જ એમ પણ કહેવાયું છે કે ChAdOx1 nCoV-19 ના પરિણામો સુરક્ષા માપદંડોના અનુસાર અને એન્ટીબોડી રિસ્પોન્સ પણ પેદા કરી રહ્યા છે. આ પરિણામ યુમરલ અને સેલ્યુલર રિસ્પોન્સની સાથે મળીને આ વેકસીનને મોટા સ્તર પર ત્રીજા ફેઝના ટ્રાયલ માટે કેન્ડીડેટ થવાનો સપોર્ટ કરે છે. ઓક્સફોર્ડની ટીમ આ વેકસીન પર બ્રિટનની ફાર્માસ્યુટીકલ કંપની એસ્ટ્રાઝેનેકાની સાથે મળીને કામ કરી છે. એસ્ટ્રાઝેનેકા વેકસીન માટે એક ઈન્ટરનેશનલ સપ્લાય ચેન તૈયાર કરી રહી છે. આ પહેલા અમેરિકન કંપની મોર્ડનાની કોરોના વાયરસ વેકસીન તેના પ્રથમ ટ્રાયલમાં સંપૂર્ણ રીતે સફળ રહી. ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસનના છપાયેલા અધ્યયનમાં કહેવાયું છે કે ૪૫ સ્વસ્થ લોકો પર આ વેકસીનના પહેલા ટેસ્ટનું પરિણામ બહુ સારૂ રહ્યું છે. આ વેકસીનને પ્રત્યેક વ્યક્તિની અંદર કોરોના સાથે જંગ માટે એન્ટીબોડી વિકસીત કર્યું છે. આ પહેલા ટેસ્ટમાં ૪૫ એવા લોકો સામેલ કરાયા હતા. જેઓ સ્વસ્થ હતા અને તેમની વય ૧૮થી ૫૫ વર્ષની હતી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/